________________ 2 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. આ પ્રમાણે સર્વ રીતે મુંબઈ સુધારવા માટે કંપનીએ ઝપાટાબંધ પ્રયત્ન કર્યા. સુરતના દેશી વેપારીઓ મુંબઈ જવા કબુલ નહોતા, કેમકે ત્યાંના પ્રેસિડન્ટ ઉપર તેમને ભરોસો નહોતે. ઈગ્લેંડથી કંપનીની મુખ્ય કેર્ટ મારફત સંરક્ષણનું અભિવચન મળે નહીં ત્યાં સુધી મુંબઈ જવાની તેઓ ના પાડતા. એ બેટની હવા પણ તે વખતે અતિશય ખરાબ હતી. જ્યાંત્યાં લેકે ખુજળીથી પીડાતા અને મહામારી તથા તાવથી ટપાટપ મરતા. પાંચ વર્ષોમાં 500 માંથી 400 યુરોપિઅને ગુજરી ગયા હતા, અને સને 1675 ના ચાર મહિનામાં 100 અંગ્રેજ સિપાઈઓ મરણને શરણ થયા હતા. આથી ત્યાં કામ ઉપર જવાને કઈ હિંમત કરતું નહીં. પેટમાં દુઃખવાનું, મરડે અને તાવ એ મુખ્ય વિકાર હતા; પણ આ સઘળા રે યુરોપિયન વસ્તીમાં જોરથી ફાટી નીકળવાનાં કારણ તેમની અમર્યાદ દારૂ પીવાની લત તથા વ્યભિચાર હતાં. જીઅરનાં મરણ પછી ઉપસ્થિત થયેલા મહેમાંહેના કલહ, યુદ્ધ, અહીંના વેપાર માટે જુદી જુદી કંપનીઓની તકરાર અને મેગલ, મરાઠા, અગ્રે, જંજીરાના સીધી, આરબ ઈત્યાદિ લેકોએ કરેલા ઉપદ્રવ એ સઘળાંને લીધે હવે પછીનાં પચાસ વર્ષમાં મુંબઈની અતિશય દુર્દશા થઈ અને તેને પરિણામે સને 1718 માં મુંબઈની સેકસંખ્યા 60,000 થી 16,000 જેટલી ઘટી ગઈ. મુંબઈમાં જ્યાં ત્યાં કાદવ હત; કલાબાથી માહિમ લગી નાના નાના સાત બેટ હતા. હાલની પાયધુની આગળ એક ખાડી હતી તેમાં પગ ભીના થયા વિના મુંબાદેવીનાં દર્શણ કરવા જવાનું નહીં, તેથી તે જગ્યાનું નામ પાયધૂની પડયું. તેવી જ રીતે ઉમરખાડી, ભીંડીબજાર વગેરે લેજો પાણીમાં હતો; અને હમણાના કામાટીપુરામાં તે વખતે હેડીઓ ફરતી. સને 1675 માં મુંબઈનું એકંદર ઉત્પન્ન સુમારે એક લાખ રૂપીઆ હતું. મુંબઈની વસાહત સંબંધી બે શબ્દ લખવા જરૂરના છે. હિંદુસ્તાનમાં ઈગ્લેંડના પ્રત્યક્ષ સ્વામિત્વ હેઠળ આવેલું પહેલું ઠેકાણું મુંબઈ છે. બીજાં કેટલાંક થાણુંઓ કંપનીના તાબામાં હતાં પણ ત્યાંની સત્તા ઘણું ખરું દેશી રાજાઓની મરજી ઉપર અવલંબી રહી હતી. ઔરંગજેબ બાદશાહે તે વેળ