________________ પ્રકરણ 11 મું.] મુંબઈની સ્થાપના અને કંપનીની આબાદી. 307 એમ છતાં પોતે સ્થાપવા ધારેલા સ્વરાજ્યના રક્ષણ માટે આ બેટ ઘણેજ ઉપયુક્ત છે એમ પોર્ટુગીઝ સમજી શક્યા હતા, અને અંગ્રેજો મૂળથી જ તે લેવાને માટે લેભી બન્યા હતા. સને 1960 માં જેમ્સ રાજાના થયેલા શિરચ્છેદ પછી તેને દીકરે બીજે ચાર્લ્સ ઈગ્લેડની ગાદીએ આવ્યો ત્યારે આખા દેશને અગાધ પ્રેમ તેની પ્રત્યે ઉશ્કેરાયો હતો. આ પ્રેમવમળમાં જનસમૂહની સાથે કંપની પણ તણાઈ હતી, અને રાજાને દેવના જેવી ભક્તિથી પૂજવા લાગી હતી. કંપની તરફથી તેને વારંવાર મોટી ભેટ સોગાદો મળવા ઉપરાંત પ્રસંગેપાત કજે નાણું મળતું. આ પ્રમાણે ચાર્લ્સ રાજાને મળેલા કુલ્લે સત્તર લાખ રૂપીઆના બદલામાં તે કંપનીને વખતોવખત સહાય કરી તેની અડચણો દૂર કરતો. તેણે પિતાની કારકિર્દીમાં આપેલી એકંદર પાંચ સનદેની રૂએ કંપનીને પુષ્કળ ન અધિકાર મળ્યો હતો. ચાર્સ રાજા તખ્તનશીન થયો ત્યારે વેપાર કરવા સિવાય બીજી સત્તા કંપની પાસે હતી નહીં. પણ સ્વતંત્ર સિક્કા પાડવાન, કિલ્લા બાંધી આસપાસના મુલકના લેકે ઉપર હકમત ચલાવવાને, યુરોપિયન તેમજ દેશી લશ્કર ઉભું કરવાને, દારૂગેળા વગેરે યુદ્ધ સામગ્રી તથા જરૂર પડે તેટલા લેકોને ઈગ્લંડમાંથી પરદેશ લઈ જવાને, બહારના દેશમાં યુદ્ધ કરવાનો તથા પારા સાથે તહ કરી નવીન સંબંધ જોડવા વગેરેને અધિકાર, જે હમેશ રાજા તેિજ ભોગવી શકત તે સઘળે તેણે કંપનીને આવે, એ સિવાય પોર્ટુગીઝ, વલંદા વગેરે પરદેશી શત્રુઓને તેમજ કંપનીના હિત વિરૂદ્ધ કામ કરનારા અનેક અંગ્રેજ ગ્રહસ્થોને દબાવવામાં રાજા સાથે સંબંધ કંપનીને ઘણે ઉપયોગી નીવડ્યો. એથી ઉલટું જ્યારે રાજા મુશ્કેલીમાં આવી પડે ત્યારે તેને કંપનીને ખપ પડત. હોલેન્ડ વિરૂદ્ધ ઉઠાવેલી ખટપટમાં બીજા ચાર્લ્સ રાજાને મુખ્ય આધાર કાન્સ ઉપર હતો. પરંતુ ઈગ્લેંડને ફ્રાન્સ જેવા રોમન કેથ્રેલિક રાષ્ટ્રને સ્નેહ પ્રતિકૂળ હોવાથી તેને પ્રોટેસ્ટંટ ધર્મી વલંદાઓની મૈત્રીની ખાસ જરૂર હતી. ચાર્લ્સ રાજા અંદરખાનેથી પ્રોટેસ્ટંટ ધર્મની સામા હોવાથી કાન્સના રાજા સાથે તેણે ગુસપણે ગોઠડી રાખી હતી. આ કામમાં કંપની