________________ પ્રકરણ 10 મું] સામાજીક ભંડોળની પદ્ધત તથા તત્સંબંધી મુશ્કેલી. 305 માંથી કંપનીને દર ટન દીઠ પાંચ શિલિંગ એટલે અઢી રૂપીઆ ઉત્તેજન તરીકે મળતા. આવી રીતે સારાં મજબૂત વહાણે બાંધવામાં આવ્યાં ત્યારે જ પોર્ટુગીઝ તથા વલંદાઓ સામે કંપની ટકી શકી. પણ આ વહાણે બાંધવાને ખરચ ઘણો ભારે પડવાથી તેમજ પહેલા ચાર્સ રાજાના સમયમાં કંપનીની સ્થિતિ ઘણી માઠી થઈ જવાથી, એ કામ પડતું મુકવાની તેને ફરજ પડી, અને અગાઉ માફક લેકનાં વહાણે ભાડે લઈ વેપાર કરવાનું પુનઃ ચાલુ કર્યું, પેલે કંપનીની વ્યવસ્થામાં સુધારો કર્યા પછી આ પદ્ધતિમાં પણ અનેક ઉપયુક્ત ફેરફાર કરવામાં આવ્યા હતા. આરંભમાં કંપનીને સઘળો વ્યવહાર ગુપ્તપણે ચાલ. સઘળે હિસાબ છુપે રાખી વેપાર કેવો ચાલ્યો છે તે લેકોને નહીં જાણવા દેવાની પુરતી કાળજી રાખવામાં આવતી. વળી વેપારના કામમાં એટલી ભાંજગડ ઉત્પન્ન થતી કે તે વેળાના હિસાબની પદ્ધતિને લીધે તેને નિકાલ થતે નહીં. એકાદ વહાણુ ભરી આણેલા માલ ઉપર કોની માલકી હેય, અથવા હિંદુસ્તાનમાં અમુક કરજ આપવાનું છે તે તે કારણે આપવું, એવા પ્રશ્નને. નિકાલ સુદ્ધાં હિસાબના કાગળ ઉપરથી થઈ શકતે નહીં. અંગ્રેજોના વેપારની રીત વલંદાઓ કરતાં સારી હતી, અને અંગ્રેજ કંપનીમાં દરેકને વધારે અધિકાર હતા. તે સમયમાં ઈંગ્લડમાં થયેલી રાજ્યક્રાન્તિનું પરિણામ કંપનીના વેપાર ઉપર વિલક્ષણ થયું હતું. કૅવેલના મરણની ખબર સુરત પહોંચતાં સઘળા અંગ્રેજોએ ઠરાવ કર્યો કે હિંદુસ્તાનથી પાછા ફરતાં સઘળાં વહાણેએ સાથે થઈ જવું; સેન્ટ હેલીના પહોંચતાં સુધી ઈગ્લંડની સ્થિતિની ખબર ન મળે તે વહાણોએ એકદમ ઇંગ્લંડ નહીં જતાં કિનારે. કિનારે ખબર મેળવતાં આગળ વધવું અને પ્રસંગ પ્રમાણે વર્તવું.