________________ 32 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જો. માણસને ગાળ દેનારને તથા તેમની સાથે મારામારી કરનારને બે દિવસ સખત મજુરીની કેદ ભોગવવી પડતી. વખારની વ્યવસ્થા એક કુટુંબ સરખી હતી. કુટુંબના મુખ્ય માણસ જેવો વખારને પ્રેસિડન્ટ હતા. નેકરનાં સારા નરસાં કામે લખવા માટે બે જુદી ચોપડીઓ વખારમાં રાખવામાં આવતી. મદ્યપાનથી હિંદુસ્તાનમાં અંગ્રેજો વહેલા મરતા. વારંવાર ફાટી નીકળતા અનેક રોગોથી પણ કંપનીના હજારે લેકે મરણ પામતા. આ સમયે દર પાંચ વર્ષે સરાસરી એક ચતુર્થીશ લેક મરતા એમ કહેવાય છે. ૭ખાનગી વેપાર-ઉપર કહ્યા પ્રમાણે પગાર સિવાય બીજી રીતે પૈસા મેળવવાની સવળતા કંપનીનાં સઘળાં માણસને આરંભથીજ કરી આપવામાં આવી હતી. પરંતુ આનું પરિણામ ધારવા કરતાં ઘણું જ ઉલટું આવ્યું. પગાર માત્ર એક આધાર તરીકે લેખી આસપાસ હાથ માર અને પૈસા કમાવવા એવો અભિપ્રાય સઘળા વેપારીઓને થયે હતે. કંપનીની હસ્તીની શરૂઆતનાં બાર વર્ષ પૃથક ભંડોળની પદ્ધત ચાલું હતી ત્યાં સુધી આ ખાનગી વેપાર મર્યાદામાં રહ્યો હત; સામાઈક ભંડળની પદ્ધતિ અમલમાં આવતાં જ એ વેપારને સુમાર રહ્યો નહીં. પહેલા વહેલાં દરેક વહાણ ઇંગ્લેંડ પાછું ફરતું એટલે તપાસણી કામદાર ડેવરના બંદરમાં જઈ કંપનીના માલની તથા લેકેના ખાનગી માલની નેંધ કરતે; પણ સામાઈક પદ્ધતિને લીધે આ તપાસણી બંધ પડતાં ખાનગી વેપાર એકદમ અનહદ વધી ગયે. કઈ કઈ જણસને ખાનગી રીતે લેકેએ વેપાર ચલાવો તેની યાદી કરવામાં આવી; પણ આ વેપારથી કંપનીને પુષ્કળ નુકસાન લાગવાથી કાયદા રૂએ તે બંધ કરાવવા કંપનીએ ફરીઆદ કરી. પહેલા ચાર્લ્સ રાજાએ આ બાબતમાં કંઈક સખતીના ઉપાય લીધા હતા. પણ કંપનીની સ્થિતિ ઘણી કઢંગી થઈ પડતાં એ સર્વ ઇલાજ બીનજરૂરી થઈ પડયા. સને 1601 માં મરી વગેરેને પાક એકઠે કરવાના હેતથી કેટલાંક માણસે પૂર્વ તરફના પ્રદેશમાં રહ્યાં હતાં તેઓની સંખ્યામાં ઉમેરે થતાં સને 1930 માં તેઓ 140 ધનવાન વેપારીઓ બન્યા. આ સમયે કંપનીના કામકાજમાં કેટલું અવ્યવસ્થિતપણું ચાલતું હતું તેને આ સ્પષ્ટ પુરાવો છે