________________ હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ ભાગ 3 જે. નામના તેમના બે પરાક્રમી રાજા થયા; તેમાંથી ડેવીડે ઈ. સ. પૂ. 1049-1016 સુધી, અને તેના છોકરા સલેમને ઈ. સ. પૂ. 1016 થી 976 સુધી રાજ્ય કર્યું. એમની કારકિર્દીનું વર્ણન બાઈબલના જુના કરાર (Old Testament)માં આપેલું છે. ડેવીડે જેરૂસલમમાં પિતાની રાજધાની કરી, અને ત્યાંથી પૂર્વના વેપારને વચલે એટલે સિરિઅન રસ્તો પોતાના કબજામાં લીધે. ઉત્તરે આવેલું ડમાસ્કસ શેહેર પણ તેના કબજામાં હતું, તેમજ રાબા નામનું જેરૂસલમની પૂર્વે આવેલું વેપારનું મથક તેણે હસ્તગત કર્યું હતું. દક્ષિણ બાજુએ મિસરની સરહદ ઉપર ઈમિઅન અને મેઆબાઈટ નામનાં નાનાં રાજ્ય હતાં, તે પણ ડેવીડે જીતી લીધાં. સારાંશ, ઉત્તરે ડમાસ્કસથી દક્ષિણે મિસર પર્યન્ત સઘળે પ્રદેશ ડેવીડે પિતાના કબજામાં લીધો, અને તેમ કરવામાં તેને મુખ્ય હેતુ વેપારને જ હતું. પરંતુ તેના અકાળ મરણને લીધે આ તેને ઉદ્દેશ તેના છોકરા સલેમને પાર પાડ્યો. ડમાસ્કસની પણ અગાડી પાલમાયરા કરીને વેપારી વણઝારે ઉતરવાનું ઠેકાણું હતું તે સલેમને તાબે કરી ત્યાં તાડમુર નામનું થાણું વસાવ્યું. એથી કરી યુટિસ નદી અને ભૂમધ્ય સમુદ્રની વચમાંના પ્રદેશમાં થઈને ચાલતા વેપારને મુખ્ય ભાગ તેના હાથમાં આવ્યો. વળી ટાયરના ફિનિશિયન રાજા હિરામ સાથે સેલેમને વેપારની બાબતમાં તહ કરી. આવી રીતે યહુદી રાજ્યકુટુંબના મૂળ પુરૂષ એબ્રહામને પરમેશ્વરે જે વરદાન આપ્યું હતું તે સેલેમિનના સમયમાં ફળીભૂત થયું. ઉત્તર તરફના વેપારની વ્યવસ્થા કરી સોલેમને દક્ષિણ તરફ નજર ફેંકી. અકાબાના અખાત ઉપરનાં ઈલાથ અને ઈઝછબર નામનાં બે બંદરે તેણે ઈમિઅન લેકે પાસેથી લઈ ત્યાંથી પિતાનાં જહાજ દેશાવર રવાના કર્યો. તેણે આ જહાજ તેમજ તે ચલાવનાર ખલાસીઓ ફિનિશિયન રાજા હિરામ પાસેથી માગી લીધાં હતાં. આવી રીતે આ બેઉ રાજાઓએ રાશિસ અને ફીરનાં દૂરનાં બંદરો સાથે પિતાને વેપાર ચલાવ્યું. એ બે બંદરે આફ્રિકાના કિનારા ઉપર હોવાં જોઈએ એવું ધારવામાં આવે છે. સોલેમનનાં જહાજ બાબલમાંબની સામુદ્રધુનીમાં થઈને નીચે આફ્રિકાના