________________ 272 - હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. રહેલાં સાડા છ લાખ રૂપીઆની કિમતનાં ભરી દેઢ લાખ માટે રાજાએ ખરીદી લીધા અને પિતે બજારમાં વેચ્યાં. આ સિવાય કંપનીને હેરાન કરવાના અન્ય માર્ગ રાજા પાસે પુષ્કળ હતા. જેમ્સ રાજાએ તેને વેપારને જાશુકનો ઈજારો આપ્યો હતો, પણ સનદમાં એક કલમ એવી હતી કે જે એ વેપાર દેશને નુકસાનકારક નિવડે તે ત્રણ વર્ષની ચેતવણી આપી તે બંધ કરાવવાનો અધિકાર રાજાને છે. અર્થાત આ વેપારથી દેશને નુકસાન થાય છે કે નહીં તેને નિર્ણય કરવાનું એકલા રાજાની મરજી ઉપર અવલંબી રહેલું હોવાથી તથા તેની આસપાસના દરબારી મંડળને ખુશ રાખવા કંપનીને વારંવાર જરૂર પડતી. રાજાની મરજીનાં માણસને ઈરાન, હિંદુસ્તાન વગેરે ઠેકાણે ફેરવી લાવવાનું, તથા તેમને કંપનીના વેપારની સ્થિતિથી માહિતગાર બનાવવાનું કામ કંપનીને કરવું પડતું. આવે વખતે અનેક વેપારીઓ પૈસાના જોર ઉપર કંપની સામે ટક્કર ઝીલવા તૈયાર થયા હતા. સને 1935 માં કેન, પિંડર અને પટર નામના ત્રણ ધનાઢ્ય વેપારીઓએ એકમત થઈ કંપનીને વેપાર ડુબાવવા મસલત કરી. તેઓએ મોટી મોટી રકમ રાજાને વ્યાજે ધીરેલી હોવાથી તેમણે તેને પિતાના પક્ષમાં લીધે, અને તેની પાસેથી વેપારની સનદ મેળવી. પણ તેમ કરતાં રાજાએ કંપનીની સનદ રદ કરી નહીં એજ તેના ઉપર માટી મહેરબાની હતી. રાજાનાં આ કૃત્યથી અતિશય ઘાંટાળે ઉત્પન્ન થયે, અને હિંદુસ્તાન, ચીન વગેરે દેશમાં કંપનીના મેભાને માટે ધોકે લાગ્યો. કંપનીના ઉત્કર્ષ વિશે પ્રત્યક્ષ રીતે રાજા મીઠી મીઠી વાતે કરતે, પરંતુ તેનાં અંતસ્થ કર્યો તેની વિરૂદ્ધ હોવાથી તેમજ ગમે તેવી તકરારને નિવેડે રાજા તરફથી વેળાસર ન થતું હોવાથી તેને ત્યાગ કરી પાર્લામેન્ટ પાસેથી દાદ મેળવવા કંપનીના ડાયરેકટરેએ નિશ્ચય કર્યો (સ. 1641). પરંતુ ત્યાં તેમની કંઈ દાદ લાગી નહીં, કારણ પાર્લામેન્ટ કંપનીને રાજાના પક્ષની ગણતી હતી. આવાં સંકટમાંથી છૂટવાને કંઇ પણ ઉપાય જોયો નહીં. ત્યારે ધીમે ધીમે વેપાર આટોપી લઈ આખરે તે બંધ કરવાને તેમણે ઠરાવ કર્યો, અને તે પ્રમાણે સને ૧૬૪૮માં હિંદુસ્તાનમાની સાત વખારે ઉપાડી લેવા નક્કી થયું. વાસ્તવિક રીતે કંપની રાજાના