________________ ર૭૦ . હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ ભાગ 3 જો. વેદના ભેગવી જાવા બેટને છેલ્લી સલામ કરી ત્યાંથી જતા રહેવાની તેમને ફરજ પડી; અને લગભગ એજ અરસામાં હિંદુસ્તાનના પૂર્વ અને પશ્ચિમ કિનારા ઉપર પણ તેમને નાના પ્રકારની અડચણ વેઠવી પડી. આવી હકીકતમાં કંપનીને ઈગ્લેંડમાં પણ બીલકુલ નીરાંત નહોતી. વિશેષમાં તેની આંટ ઘણી ઓછી થઈ ગઈ હતી, અને તેના સે પંડના શેરને ભાવ એંસી પણ ઉપજતે નહોતા. કરજને બેજે મનસ્વીપણે વધારી મુકેલે હોવાથી તેને કઈ વધારે નાણું ધીરતું નહીં. ડાયરેકટરમાં મહામહે ફાટપુટ તથા વિરોધ હતાં. આ કંપની ઈગ્લેંડનાં માણસો તથા ઈગ્લેંડના પૈસા પરદેશમાં લઈ જઈ ડુબાવે છે એવો પ્રચલિત થયેલો સામાન્ય વિચાર કંપનીને નુકશાનકારક હોવાથી તે દૂર કરવા તેની તરફથી અનેક ગ્રહસ્થોએ પુષ્કળ મહેનત કરી પણ તે સઘળી તે વખતે તે વ્યર્થ ગઈ. આવા સંકટ સમયે રાજા તરફથી કંપનીને જે મદદ મળવી જોઈએ તે મળી નહીં, અને ઉલટું તેના વિરોધીઓને રાજાને ટેકે મળવા લાગે. કઠે પ્રાણ આવી ગયો હોય તેવી સ્થિતિમાં કંપનીના ડાયરેક્ટરેએ સને 1928 માં પાર્લામેન્ટ રૂબરૂ પિતાનું સઘળું દુઃખ નિવેદન કર્યું. “આ વેપાર રાષ્ટ્રને જોખમકારક છે કે કેમ તે વિશે બારીક તપાસ કરવા, તપાસ અંતે તે જે હાનિકારક ઠરાવવામાં આવે તે ખુશીથી તે બંધ કરાવવા, પણ જે નફાકારક જણાય તો તેને સ્પષ્ટરીતે મદદ કરવા કંપનીએ પાર્લામેન્ટને આજીજીપૂર્વક વિનંતિ કરી. આ ઉપરથી તેની ગંભીર સ્થિતિનું કંઇક આપણને ભાન થાય છે. અને વિશેષમાં તે વેળાના વેપારી ધરણનું અને ભાવી ઉદયનું દિગ્દર્શન થાય છે. કંપની વિરૂદ્ધ સામાન્ય પ્રજાને એવો આક્ષેપ હતો કે તેના વેપારના નાદમાં તણાઈ હજારો લેક ભયંકર સમુદ્ર ખેડી મૃત્યુના મોંમાં જતા હોવાથી રાષ્ટ્ર બળહીન થતું જતું હતું. આ બાબત કંપનીને સ્પષ્ટ ઉત્તર એ હતો કે તેણે ઉપાડેલા કામને લીધે રાજ્યને કે પ્રજાને કાંઈ પણ નુકસાન થવાને બદલે ઉલટે ફાયદેજ હતું. તેના વેપારને લીધે ઈગ્લેંડના વહાણવટીઓ નીકાશાસ્ત્રમાં તથા દરીઆવધ કામમાં તૈયાર થતા હતા, અને દુશ્મન ચડી આવતાં તેનાં વહાણે, ખલાસીઓ તથા અન્ય સામગ્રી