________________ 264 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. તેડી નાંખી એણે પેટીઓ ઉઘાડી. રેનાં આ કૃત્યથી સઘળાને રોષ અતિશય ઉશ્કેરાયે; શાહજહાને બાદશાહ આગળ તે બાબત ફરીઆદ કરી, અને રે લગભગ નજરકેદ રહ્યા. બાદશાહે તેને ખુલ્લેખુલ્લું જણાવ્યું કે તમે સરકારને હુકમ તેડવાથી તમારા ઉપર સઘળે વિશ્વાસ ઉઠી ગયો છે.' રેના સંબંધમાં બાદશાહને ગુસ્સે આ વખતે પ્રથમ જ પ્રદર્શિત થયેલું હોવાથી તેણે પિતાના બચાવમાં અજાણપણે કામ કરવાનું જણાવ્યું હતું. સને 1618 ના ફેબ્રુઆરી માસમાં ઇંગ્લડ મેકલેલી વાર્ષિક હકીકતમાં રે સાફ લખે છે કે " હમેશ માટે કેલકરાર કરવા શક્ય નથી. સમયાનુસાર આપણું વર્તન રહેવું જોઈએ. જરૂર જેગાં ફરમાને હાલ તરત મળેલાં છે, અને કંઈક મેળવવાના બાકી છે. બાદશાહની અરજી એજ કાયદે હોવાથી ધનતૃષ્ણાના જોર ઉપરજ સઘળે વ્યવહાર ચાલે છે. એકંદર લેકેને ન્યાય સારો મળે છે, તેમના ઉપર અમલદાર વર્ગને જુલમ નથી; માત્ર પિતાને જોઈતી ચીજે ગમે તેમ કરી તેઓ મેળવી લે છે. અમને જે હેરાનગતી ભોગવવી પડે છે તે અમારી અવ્યવસ્થાને લીધે જ છે. આ લેકે તરફ ગરીબાઈથી વર્તવામાં લાભ નથી, તેમનાથી અમે કંટાળી ગયા છીએ; તેમનાં સધન બંદરોને નાશ કરી અમે તેમને સઘળે વેપાર કુબાવ્યો છે. અમારે એટલે કરબ તેમના ઉપર બેસશે તેટલું આપણું કામ થશે, જે આપણી માગણીઓ અધિકારીઓ સ્વીકારે નહીં તે દેશી વેપારીઓનાં વહાણ પકડી આપણે આપણું કામ ચલાવવું.” આટલે હદ લગી વાત આવી નહીં પણ પિતે ઉપાડેલું કામ કદી પડતું નહીં મુકવાને રેને અભિપ્રાય હતે. કદાચિત વલંદા લેકે વચમાં પડતાં વળી, કંઈ અવન બનાવ બને એટલી જ તેને માટી ધાસ્તી હતી. એજ વર્ષની શરૂઆતમાં બાદશાહ કેટલાક દિવસ શિકારે ગયો હતા તે દરમિયાન રે બરહાનપુર જઈ આવ્યું. મે માસમાં અમદાવાદમાં ચાલેલી મરકીમાં ત્યાં રહેતા અંગ્રેજોમાંનાં સાત માણસ મરણ પામ્યાં. ઑગસ્ટમાં બાદશાહ અમદાવાદથી આગ્રા જવા નીકળ્યો ત્યારે પાછું મેગલ