________________ પ્રકરણ 9 મું. ] નિયમિત સફરે તથા સર ટમ્સ રે. 257 ઝુલફીકારખાન પાસે શી નુકસાની લારી લેવી તે બદલ તકરારમાં એક માસ જતો રહ્યો. હા ના કરતાં તે સત્તર હજાર મામુદી આપવા તૈયાર થયા, પરંતુ એ રકમ રને ઘણી થોડી લાગવાથી તે તેણે સ્વીકારી નહીં. એટલામાં સુરતથી અંગ્રેજ વેપારીઓએ નુકસાનીને મેકલેલે હિસાબ ઓટો છે એમ માલમ પડતાં રેનો ઘણે માનભંગ થયા, અને સત્તર હજાર હાથમાં આવે છે એ ખોટું નહીં એમ તેને લાગ્યું. આસફખાન બહારથી મીઠી મીઠી વાત કરી વખત ઉડાવ અને કઈ પણ બાબતને સત્વર નિકાલ લાવતો નહીં. એ તૈયાર કરેલે મુદ્દે રાષ્ટ્રની પ્રગતિમાં અડચણ રૂપ શંખલું હોય એમ જે કોઈ વાચકને લાગશે તે રેના અપમાન કરતાં આસફખાનના ધૂર્તપણાથી વધારે અજાયબ થશે એમાં સંશય નથી. - ઉત્તરોત્તર રે નિરાશ થતો ગયે; તેની તરફથી વધારે નજરાણું આવતાં બંધ થયેલાં જોઈ બાદશાહની પણ તેના તરફ ઈતરાજી થવા માંડી. ઝુલફીકારખાન ઉપર પડેલા ત્રાસથી શાહજાદો ખુર્રમ પણ રે પ્રત્યે દ્વેષની નજરથી જેતે હતે એટલામાં કેટલાક પોર્ટુગીઝ લેકે ગેથી અનેક ઉત્કૃષ્ટ ચીજો લઈ દરબારમાં આવ્યા, અને આસફખાન વગેરે મોભાવાળા અધિકારીઓને સ્વપક્ષમાં ખેંચી લીધા. આથી મેગલ દરબારમાં અંગ્રેજોનું માન ઘણું ઉતરી ગયું, અને રો ચિંતાતુર થયો. તા. 1 લી જુને આસફખાન તરફથી એને એવી મતલબને પત્ર મળ્યો કે “શાહજાદાની ફરીઆદ ઉપરથી તમારે દરબારમાં જવું નહીં એવી બાદશાહે તાકીદ કરી છે, અને એમ છતાં આ હુકમનું ઉલ્લંઘન કરી તમે જશો તે શાહજાદાના અનુયાયીઓ વેર લેતાં ચુકશે નહીં. આ ઉપરાંત તેને આસફખાને કહેવાડયું કે “ગુલફીકારખાનને શિક્ષા કરાવવાની હઠ છોડી દે તે અમે તમને મદદ કરવા તૈયાર છીએ.” આ ઉપરથી રોએ જવાબમાં કહાવ્યું કે, “કંપનીના પૈસા રસ્તામાં પડ્યા નથી. અમારે આખું જગત ખુલ્લું છે. તમને પૈસા ખવાડી વેપાર કરવામાં અમને કંઈ ફાયદો નથી. બીજા થોડા દિવસ બાદશાહના ઉત્તરની રાહ જોઈ પછી અહીં રહેવું કે સર્વ વેપારીઓ સાથે હિંદુસ્તાનને છેલ્લા રામ રામ કરી સ્વદેશ ચાલ્યા જવું તેને વિચાર કરીશ. એ કહેવું તેને માટે સહેલ