________________ 10 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ ભાગ 3 જે. 4. મિસર અને ફિનિશિયન રાજ્યને વેપાર-ચુપ અને એશિઆ વચ્ચેને વેપાર ઘણુજ જુના કાળથી એટલે ઈ. સ. પૂ. બે હજાર વર્ષ અગાઉ ખાલ્ડીઅન લોકોના તાબામાં હતું, પણ તેને ઇતિહાસ કઈ મળતું નથી. એમની પછી આરબ અને ફિનિશિયન લેકે વેપારમાં અગાડી આવ્યા, એમાંથી આરબ લેક રાતા સમુદ્ર અને તેની પૂર્વ તરફના ભાગમાં ફરતા, અને ફિનિશિયન લેકે ભૂમધ્ય સમુદ્રમાં વેપાર ચલાવતા. ત્યારબાદ ફિનિશિયન લેકેની એક શાખાએ આફ્રિકાના ઉત્તર કિનારા ઉપર આવેલા કાર્બેજ શહેરમાં પિતાનું રાજ્ય સ્થાપ્યું. કાર્બેજને ઉદય શરૂઆતમાં વેપારને જ લીધે થયે. એ સમયના પ્રાચીન વેપારની ભરેસા લાયક ખબર મિસર અને કિનિશિયન રાજ્યના ઈતિહાસમાંથી આપણને મળે છે. આ બન્ને રાજ્યના વેપારી દરીઆ ઉપર ફરનારા હેવાથી ભૂમધ્ય સમુદ્રમાં તેમજ આરબી સમુદ્રમાં તેઓ વારંવાર સફર કરતા. શરૂઆતમાં મિસર લેકેને આ વેપાર તરફ અભાવ હતો, કેમકે તેમને દેશ ફળદ્રુપ અને તવંગર હોવાથી તેઓને પિતાના નિર્વાહ માટે બીજા ઉપર આધાર રાખવો પડત નહીં, અને પરદેશી લેકેને તેઓ પિતાના દેશમાં દાખલ થવા દેતા નહીં. આગળ તેમને સિસોટીસ નામે એક ઘણે સાહસિક અને ધૂર્ત રાજા થયે. તેણે જોયું કે પરદેશ સાથે વેપાર કર્યા સિવાય સ્વદેશનું મહત્વ વધશે નહીં, એટલે ચાર વહાણેને એક પ્રચંડ કાફેલે તૈયાર કરી તેણે હિંદુસ્તાનના કિનારા લગીના સઘળા દેશો કબજે કર્યા. પરંતુ આ રાજાના મરણ પછી મિસર લેકએ જળપર્યટનનું કામ પડતું મુક્યું તે પુનઃ હાથ ધરતાં ઘણે કાળ વ્યતિત થયો. આ કરતાં ફિનિશિયન લેકે બાબતની માહિતી આપણને વિશેષ મળે છે. એ લોકેનું રાજ્ય ભૂમધ્ય સમુદ્ર ઉપર સિરિઆને કિનારે આવેલું હતું. ઈ. સ. પૂ. 1000 થી ઈ. સ. પૂ. પ૦૦ સુધીના સુમારે પાંચ વર્ષ લગી એમણે જે આબાદી ભોગવી હતી તે સઘળી પૂર્વ વેપારને અવલંબીને હતી. કેમકે તેમને દેશ ઘણેજ પહાડી હોવાથી તેમને પિતાના નિર્વાહની જણ પારકા દેશમાંથી લાવવી પડતી. અર્વાચીન કાળમાં જેવી