________________ 244 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. ક્ષણમાં નાશ પામી. કેપ્ટન કેરિજ બાદશાહનું ફરમાન મેળવવા આગ્રા ગયો હતું તે વેળા આ લડાઇની હકીકત સાંભળી જહાંગીર બાદશાહે અંગ્રેજો સાથે વેપારી કેલકરાર કરવાનું એકદમ ફરમાન કહાડયું. વળી કેપ્ટન બેસ્ટ સાથે સુરતના મોગલ અધિકારીઓએ પણ વેપાર બાબત ઠરાવ કર્યો, અને સુરત, ખંભાત, વગેરે ઠેકાણે સેંકડે સાડાત્રણ ટકા જકાત ભરવાની સરત કાઠી ઘાલી તેને વેપાર કરવા પરવાનગી આપી. આ પ્રમાણે અંગ્રેજોના વેપારને કાયદાની સહાયતા મળી, અને તેમને હિંદુસ્તાનની પવિત્ર ભૂમિ ઉપર પગ મુકવાનું સ્થાન મળ્યું. કોઈ પણ કામ આખરે પિતાનાં બળ ઉપર અવલંબી રહે છે, મહેડાના શબ્દ ઉપર કોઈ આધાર રાખતું નથી. જગતને આ અબાધિત ન્યાય આ દેશમાં અંગ્રેજોને પ્રથમ જ અનુભવસિદ્ધ થયે. સુરતમાં કેઠી ઘાલવાથી તથા નિયમિત સફર ઉપાડવાનું ધોરણ મુકી દઈ સામાઈક ભંડોળની પદ્ધતિ સ્વીકારવાથી કંપનીના પહેલા ઉદેશમાં ફેરફાર થયે, અને તેના ઇતિહાસના બીજા ભાગની શરૂઆત થઈ. હૈકિન્સ પછી મેગલ દરબારમાં ગયેલા અનેક અંગ્રેજ વેપારીઓને બાદશાહને ભેટ કરવા કંઈ નજરાણું લઈ જવું પડતું; હાથનાં મોજાં, પાકીટ, ચિ, મેટાં ચપુ, વાગતાં ઘડીઆળ, રેશમી મેજ (સ્ત્રીઓનાં) એવી અનેક ચીજો તેઓ નજર કરતા તે પણ ચાલતું. આ અરસામાં પિર્ટુગીઝ તથા અંગ્રેજો વચ્ચે ખુલ્લી રીતે યુદ્ધ શરૂ થયું હતું. કેપ્ટન ફાઉન્ટન (Downton) નામને એક સાહસિક ગ્રહસ્થ સને 1614 માં આવેલી સફરને મુખી થઈ હિંદુસ્તાન આવ્યો તે વેળા અંગ્રેજોની ખેડ ભુલાવવા ગોવામાં એક મેટે પોર્ટુગીઝ કાલે તૈયાર થતું હતું. ત્યાંના વાઈસરોયે આ કાફલાની સરદારી લીધી હતી, અને તેની પાસે 2600 યુરોપિયન સિપાઈઓ તથા 234 5 હતી. ડાઉન્ટન પાસે માત્ર 400 સિપાઈઓ તથા 80 તાપ હતી. સુરત પાસે તાપી નદીના મુખ આગળ અંદરથી અંગ્રેજો તથા બહારથી પિડું ગીઝ લડાઈની હરોલમાં સજજ થઈ આવ્યા. આ લડાઈના પરિણામ ઉપર અંગ્રેજોને ભાવી અભ્યદય અવલંબી રહેલું હોવાથી ડાઉન્ટને પરમેશ્વરની