________________ 242 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. સ્પેન અને પોર્ટુગલ વચ્ચે સલાહ થવાથી અંગ્રેજોને તે તરફનાં કેટલાંક થાણાં છોડી દેવાં પડયાં, અને તેઓ વલંદાઓ સામે પિતાને ટકાવ કરી શક્યા નહીં. વાસ્તવિકરીતે અંગ્રેજોને હિંદુસ્તાન સાથે વેપાર કરે જેતે હવે, પણ તે સમયે મસાલાના બેટો સાથેના વેપાર જેટલે તે નફાકારક ગણત નહીં; વળી તેને માટે મોગલ બાદશાહની પરવાનગી મેળવવી પડતી. બાદશાહની સંમતિ મેળવવાના હેતુથી મિલ્ડન વ્હેલ નામના એક ગ્રહસ્થ તેની મુલાકાત લીધી હતી. તે પછી સને 1608 માં કેપ્ટન હોકીન્સ મોગલ દરબારમાં ગયો ત્યારે બાદશાહ તરફથી તેને સારો સત્કાર થયો, અને કંપનીને સુરતમાં વેપાર કરવાની પરવાનગી મળી. બાદશાહે એક ખ્રિસ્તી સ્ત્રી સાથે હૈકીન્સનાં લગ્ન કરાવી આપ્યાં અને તેને પગાર પણ બાંધી આપે. હૈકીન્સને વિચાર સ્વસ્થપણે રહી સંસાર ચલાવવાનો હતો, પણ કંપની તરફથી તે કંઈ પણ મહત્વનું કામ ન કરી શકવાથી, તેમજ દરબારમાં પોર્ટુગીઝનું વજન ભારે હેવાથી, તેના સઘળા પ્રયત્ન નિષ્ફળ ગયા, અને મહા મુશ્કેલીએ સને 1612 માં તેને ખંભાતથી ઈગ્લેંડ ચાલ્યા જવાની જરૂર પડી. બાદશાહની એકંદર સંપત્તિની એક યાદી હકીસે આગ્રામાં તયાર કરી ઈગ્લેંડ મોકલી હતી. એના મરણ પછી એની સ્ત્રીએ એમ્બયનાના ગવર્નર ટોવરસન સાથે લગ્ન કર્યાં. પૂર્વના બેટોમાં જ્યારે અંગ્રેજોને વેપાર જામે નહીં, ત્યારે કંપનીએ સુરતમાં પિતાની કોઠી ઘાલવા યત્ન કર્યો. તે પણ પોર્ટુગીઝ લેકેએ પાર પડવા દીધો નહીં. તેવી જ રીતે છઠ્ઠી સફરમાં સર હેનરી મિડલટને રાતા સમુદ્રમાં દાખલ થઈ વેપાર કરવા મથન કર્યું, પણ તે મહેનત સફળ થઈ નહીં. પછી તે સુરત આવતા હતા ત્યારે બંદરમાં દાખલ થવાને રસ્તે રોકી પોર્ટુગીઝોએ તેને આગળ વધતે અટકાવ્યું. - પશ્ચિમ કિનારા ઉપર સુરત અને ખંભાતમાં વેપાર સારો ચાલશે એવું કંપનીના વેપારીઓને લાગ્યું, કારણ કે સને 1609 માં એન્ટની માએ સુરતથી લખેલા પત્રમાં કંપનીને જણાવ્યું હતું કે “આપણું કાપડ