________________ પ્રકરણ 9 મું. ] નિયમિત સફરો તથા સર ટૅમ્સ રે. 237 પામ્યાં. સને 1602 ના જુનની પાંચમી તારીખે કૅપ્ટન લેંકેસ્ટર સુમાત્રાની રાજધાની અચીન આગળ આવ્યો. ત્યાંના રાજાને ઇલિઝાબેથ રાણીને પત્ર તથા નજરાણું વગેરે સાદર કરી લંકેસ્ટરે તેની સાથે વેપાર માટે કેલકરાર કર્યો, તે પણ તેને કંઈ માલ મળ્યો નહીં, કારણ કે પોર્ટુગીઝ, વલંદા વગેરે વેપારીઓ સઘળે માલ દબાવી બેઠા હતા. વળી તે જ વર્ષે મરીને પાક સારે ઉતર્યો નહોતો. એટલે નાસીપાસ થઈ તેણે પોર્ટુગીનું એક 900 ટનનું માલથી ભરેલું વહાણ લૂટયું. એ પછી જાવા બેટમાં બૅટમના રાજા સાથે મિત્રાચારી કરી ત્યાં પિતાના વેપારીઓ રાખી લંકેસ્ટર સપ્ટેમ્બર સને 1603 માં ઈંગ્લેંડ પાછો ફર્યો. એ સમયે રાણી ઇલિઝાબેથના મરણની ખબર એણે સાંભળી, અને દેશનો એક મોટે ટકે જ રહેવાથી સઘળાઓ ખિન્ન થયા. ઉઠાવેલી મહેનતના બદલામાં ફેંકેસ્ટરને રાજ્ય તરફથી નાઈટને ખિતાબ મળે, અને તે કંપનીને ડાયરેકટર થયો. સને 1618 માં તે મરણ પામે ત્યાં સુધી તેણે કંપનીની ઘણું સારી સેવા બજાવી. મરી, લોંગ, તજ અને ગુંદર મળી એકંદર દસ લાખ પડને માલ લૈંકેસ્ટર પિતાની સાથે લાવ્યો તે જોઈ કંપનીના લેકના આનંદને પાર રહ્યો નહીં. વહાણમાંથી એ માલ ખાલી કરનારા છ મજુરે ગજવામાં ભરી મસાલે ચેરી ન જાય તે માટે તેમને સારૂ ખીસા વિનાનાં ખાદીનાં કપડાં કંપનીએ તૈયાર કરાવ્યાં હતાં. બૅટમમાં મરીને ભાવ શેરે ચાર આના હતા, પણ ઈગ્લંડમાં તે હમેશ સુમારે સવા રૂપીઓ રહે, અને સને 1599 માં તે તે 3-4 રૂપીઆ લગી ચડે હતો. તે સમયે મસાલાના વેપારમાં આવો અઢળક ફાયદો હતો. સને 1606 માં એ બેયનાના ટાપુમાંથી લીધેલાં 30,000 રૂપીઆનાં લોંગની ઉપજ ઇંગ્લંડમાં સને 1608 માં 3,60,000 રૂપીઆ થઈ હતી. પણ આ ફાયદો હમેશજ થતો એવું કંઈ નહતું. પહેલી સફરનાં વહાણો ઈગ્લેંડ આવ્યાં તે વર્ષ ત્યાં મરકી ચાલતી હતી. એ હંગામમાં એક જ વર્ષમાં એકલા લંડન શહેરમાં 38,138 માણસો મરકીનાં ભેગી થઈ પડ્યાં હતાં એમ કંપનીની હકીકત ઉપરથી માલમ પડે છે.