________________ હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ ભાગ 3 જે. પ્રાચીન કાળમાં એટલે ગ્રીક લેકના સમયની અગાઉ પૂર્વમાંથી માલ યુરોપમાં જ હતું, પણ તે ક્યાંથી અને કેવી રીતે આવતો તે લેકેને ખબર નહતી, કેસર, મલમલ, સાગ, સિણું, ગળી, રૂ, આમલી, રને ઈત્યાદિ પદાર્થો, તેમજ હાથી, રીંછ વગેરે જાનવરે ઈ. સ. પૂર્વે ૧૭૦૦ની પહેલાં યુરોપમાં ગયાં હતાં. હાથીદાંત, કલઈ અને કાપડ હમરના સમય અગાઉ (ઈ. સ. પૂ. 800) ત્યાં દાખલ થયાં હતાં. હેમરનાં ઈલીઅડ અને એડીસીનાં કાવ્યોમાં વર્ણવેલાં મોતીનાં કર્ણપુલ હિંદુસ્તાનમાંથી જ ગયાં હશે. મરકતએ સંસ્કૃત શબ્દ ગ્રીક ભાષામાં મોતીને માટે વપરાય છે. બાઇબલના ઓલ્ડ ટેસ્ટમેન્ટમાં કસ્તુરી, મલીઆગરૂ, ચંદન, તજ, કપુર, શેરડી, અબનૂસ (એબની), સુતરાઉ કાપડ, સેનું, મોર, વાંદરા વગેરેનું વર્ણન આવે છે. ગ્રીક ઇતિહાસકાર હિરેડેટસ (ઈ. સ. પૂ. પ૦૦) ના ગ્રંથમાં ગળી, તલ, દિવેલી, અંબાડાંનાં નામો છે. ચોખા અને હીરાનાં નામે એના ગ્રંથમાં આવે છે (ઈ. સ. પૂ. 300). કાળાં મરી, મેટાં મરચાં, સુંઠ, લવીંગ, સાકર, ઘી, અકીક, નાળીએર ઈત્યાદિ જો આજ અરસામાં ગ્રીસ દેશમાં જણાયેલી હતી. વાસ્તવિક રીતે આ સમયથી પણ પૂર્વે ઘણું વખત ઉપર આ જણસે એશિઆમાંના પશ્ચિમ તરફનાં રાજ્યોને જાણીતી હેવી જોઈએ. એ કાળમાં એ જણસને એક દેશમાંથી બીજા દેશમાં જતાં પુષ્કળ વખત લાગત. સિકંદરના સમય પહેલાં હીરા બાબત, અને જુલિઅસ સીઝરના વખત અગાઉ ઝીણું રેશમી કાપડ બાબત યુરેપમાં માહિતી નહેતી. ઈ. સ. 545 પહેલાં કપુર યુરોપમાં દાખલ થયું નહતું. અંબર, એલચી, જાવંત્રી વગેરે જણો પણ ઘણું વખત પછી ત્યાં જાણમાં આવી. નારંગી, લીબુ વગેરે ફળો ઇ. સ. 1000 પહેલાં યુરોપમાં ચાલેલાં ધર્મયુદ્ધ (કુસેડ) વખતે તે ખંડમાં ગયાં હતાં. વલંદા લેકે અરીઠા ત્યાં લઈ ગયા હતા, અને કાથો સત્તરમા સૈકામાં ગયો હતો. . પૂર્વ અને પશ્ચિમ તરફના દેશમાં નિરનિરાળે વખતે આ વેપારને ઉત્તેજન પણ મળ્યું હતું. મિસરના રાજા કેરે સેમેટિકસે (ઇ. સ. પૂ. 671617), અને બેબીલેનિઆના રાજા નબુકેડનઝરે (ઈ. સ. પૂ. 605-562),