________________ પ્રકરણ 8 મું. ] ઈસ્ટ ઇન્ડીઆ કંપનીની સ્થાપના. ' 27 રાષ્ટ્રને સમાવેશ થતું હતું નહીં, પણ તેનું સઘળું સામર્થ્ય રાજ્ય તરફથી મળેલા હક ઉપર અવલંબી રહ્યું હતું. દર ખૂપે વહાણો મોકલવા માટે કંપનીને રાજાની પરવાનગી લેવી પડતી, તેમજ એક બંદરેથી બીજે બંદરે માલ લઈ જવા માટે પણ તેવી મંજુરીની જરૂર હતી. વળી રાજાનાં મરી વેચાયા સિવાય કંપનીએ પિતાનાં મરી વેચવાં નહીં એવો અટકાવ હતે. કંપનીની અંતર્થવસ્થામાં કંઈ બખેડે થાય, કોઈ પિતાની વર્ગણું વેળાસર આપે નહીં, એકાદ સફરમાં મોકલવા માટે ખલાસી, વહાણ અથવા સુતાર મળે નહીં, અથવા જે કાઈ અપયશી કપ્તાન કંઈ કસૂર કરે તે પ્રિવિ કન્સિલ મારફત તે સઘળી બાબતને નિકાલ કરવાને હતે. અર્થાત દરેકે દરેક બાબતમાં કંપની રાજાના હુકમથી બંધાઈ ગયેલી હતી, અને તેનું કામકાજ ચલાવવાને સંપૂર્ણ અધિકાર ફક્ત 24 માણસેના હાથમાં હતું. હાલમાં જેવી રીતે ઠરાવેલા કાયદા અન્વય કે પણ કંપનીને સ્વતંત્ર અધિકાર આપવામાં આવે છે તે પ્રમાણે આ કંપની ને કંઈપણ હક નહતો. અમુક ભાગ વેચાતે લઈ તેમાં દાખલ થવાનો હતો. આરંભમાં એક ભાગની કિમત 200 પાંડ હતી. બીજી સફર વખત તે 100 પાંડ થઈ જતાં નાના નાના ભાગીદારના હાથમાં કંપનીની સત્તા ગઈ. સને 1607 માં ઉપડેલી ત્રીજી સફરમાં 205 ભાગીદારોમાંથી 108 માણસો 200 પાંડની અંદરના ભાગીદારો હતા. આ સ્થિતિ અટકાવવાના હેતુથી 1608 માં કંપનીના પ્રત્યેક ભાગની કિમત 500 પાંડ કરવામાં આવી. એમ છતાં નાની પુંછવાળા માણસે પણ વેપારમાં સામેલ થઈ શકે તે માટે ઘણાઓએ એકઠા થઈ પિતામાંના એકાદ જણને નામે ભાગ લેવાની ગેઠવણ કરી એક ભાગ લેનાર કંપનીના વહિવટમાં એક મત આપી શકતે. પહેલી સફરમાં જમા થયેલ 68,373 પાંડને ભંડળ કંપનીના સભાસદોએ એકઠે કર્યો હતો. દરેક સફરને જમા ખર્ચ જુદો રાખી તેના નફાટોટાને હિસાબ તે સફરને જ ખાતે લખવાનું શરૂઆતથી જ નક્કી થયું