________________ 222 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ ભાગ 3 જે. પહેલી સફરની સઘળી ગોઠવણ કરવાનું માથે લીધું. પિપના હુકમનું ઉલ્લંઘન કરી દક્ષિણ આફ્રિકાને રસ્તે પૂર્વના વેપારમાં પિર્ટુગીઝની પ્રથમ આડે આવનારા લેકે અંગ્રેજ હતા. વલંદાઓ અંગ્રેજોની પછી પૂર્વ તરફ ગયા હતા, પણ તેઓએ પિપને હુકમ તેડેલ હોવાથી અમને વેપાર કરવાની પરવાનગી આપવામાં કંઈ હરકત નથી, એ મુજબ કંપનીએ પિતાની અરજીમાં લખ્યું હતું. ઇલિઝાબેથ રાણીને વિચાર કંપનીની અરજી એકદમ મંજુર કરવાનો હતો, પણ પ્રિવિ કૌન્સિલ વિરૂદ્ધ પડી, અને તેણે કંપનીનો પ્રયત્ન તેડી પાડો. સ્પેનની સાથે ચાલેલા લાંબા યુદ્ધથી કેન્સિલ કંટાળી જવાથી તે સાથે તહ કરવાના વિચારમાં હતી. વળી રાણીની પ્રકૃતિ ક્ષીણ થતી હતી તેથી સ્પેન સાથે મિત્રાચારી કરવાનું તેને પણ ગ્ય લાગતું હતું, પણ તેમ કરવામાં પોતાને વેપારીઓને નુકસાન કરવા તે કોઈ પણ રીતે તૈયાર નહતી. તા. 16 મી અકબરે કંપનીની કમિટિએ રાણીની મુલાકાત લીધી ત્યારે તેને કંપનીએ ઉપાડેલું કામ ઘણું સ્તુત્ય લાગ્યું, અને તેમની માગણી કબૂલ કરવા અભિવચન આપ્યું. “પ્રિવિ કન્સિલ પાસેથી સફર કરવાની, તથા તેના ખર્ચ માટેના પૈસા પરદેશ લઈ જવાની પરવાનગી મેળવે, તમારે જે હક જોઈએ તે બાબતનો મુસદ તેમની પાસે પસંદ કરાવી લે, એટલે હું મારી મંજુરી આપીશ.” આવા મીઠા મીઠા શબ્દો વડે રાણીએ તક ઉડાવી, અને તેના સુસ્વભાવની તારીફ કરતા કમિટિના સભાસદો પાછા ફર્યા. પણ તેમને ભાગ્યે જ ખબર હતી કે આ પ્રસંગે અંદરથી તે કેટલી ગભરાઈ ગઈ હતી. કેટલેક દિવસે કમિટિ પ્રિવિ કન્સિલ હજુર પિતાની અરજી નિવેદન કરવા ગઈ. ત્યારે તેને ચોખ્ખો જવાબ મળ્યો કે " રાજ્યના કામ આગળ તમારું ખાનગી કામ કંઈ પણ મહત્વનું નથી. સ્પેનના દરબાર સાથે તહ કરવાની ગોઠવણ થાય છે તેમાં તમારા કામથી ખલેલ પહોંચશે.” આવા ઉત્તરથી કમિટિ એકજ નાસીપાસ થઈ ગઈ અને છેવટે એટલે જ સવાલ કર્યો કે ત્યારે અમારે વલંદા કેના ગુલામ થઈ રહેવું કે કેમ? સ્પેન સાથેના તહનામાથી અમને દરસાલ દસ લાખ રૂપીઆ મળવાના છે? આથી પણ કન્સિલ નહીં