________________ પ્રકરણ 8 મું. ] ઇસ્ટિ ઇન્ડીઆ કંપનીની સ્થાપના. 205 તેમની પ્રતિષ્ઠા ઈંગ્લંડમાં ઘણી વધી. ફરીથી સને 1574 માં છેક 73 માણસને સાથે લઈ ગુપ્તપણે અમેરિકા ગયે. પનામા સંયોગિભૂમિના પશ્ચિમ કિનારા ઉપર સ્પેનિસ પરથી અપરિમિત સેનું લાવ્યા હતા, અને તે આટલાંટિક મહાસાગરના કિનારા ઉપર આણી સ્પેન લઈ જવાની તૈયારીમાં હતા, એવી બાતમી ડેકને મળતાં તે એકદમ પેનિઅર્ડ ઉપર ટુટી પડશે. પણ એની પાસે ઘણાં ડાં માણસો હોવાથી એની હાર થઈ અને સ્પેનિ એ એને હાંકી મુકો. આ વેળા ડેક ઉપર ભયંકર વાદળ ઘેરાઈ આવ્યું હતું, અને તેની દયાજનક અવસ્થાનું વર્ણન અત્યંત હૃદયદ્રાવક હતું. રેગથી તેનાં પુષ્કળ માણસો મરણ પામ્યાં હતાં, તેનો ભાઈ ગુજરી ગયો હતો, છતાં પણ ન ડગતાં તે સંયોગિભૂમી ઉપરના ડુંગરે ચડયો, અને તેના શિખર ઉપરથી પૅસિફિક મહાસાગર નિહાળી પ્રાર્થના કરી કે તેઓ ઈશ્વર ! આ સમુદ્ર ઉપર મુસાફરી કરવા મને સામર્થ્ય આપ.” આજ લગી સ્પેનની અમેરિકામાંની સત્તા તથા દલિત ગુપ્ત હતી તે હવે પછી જગજાહેર થઈ ઈંગ્લેંડ આવી સને 1577 માં રાણી ઇલિઝાબેથની પરવાનગી લઈ ડેક પૃથ્વીની પ્રદક્ષિણું કરવા નીકળે. એ વખતે તેની વય ફક્ત 32 વર્ષની હતી, પણ તેની હિમત ઘણી વિલક્ષણ હતી. તેના વહાણનું નામ પેલિકન હતું, અને સાથે દેડસ ખલાસીઓ હતા. રસ્તામાં માણસનાં બંડ ફિતુર વગેરે તેફાનોને લીધે એને ઘણું ખમવું પડયું. વાલ્પારેઝેના બંદરમાં તેણે કેટલાંક સ્પેનિશ જહાજો લૂટયાં, અને તે ઉપરની અપાર સંપત્તિ તેના કબજામાં આવી. એ પછી તે અમેરિકાને પશ્ચિમ કિનારે થઈ સૈન ક્રાન્સિસ્ક લગી ગય; ત્યાંથી પશ્ચિમ તરફ વળી તે ફિલિપાઈને બેટોમાં આવ્યો. અહીં અનેક સંકટ સહન કરી તે મસાલાના ટાપુમાં ઉતર્યો, ત્યારે ટર્નેટના રાજાએ લહેંગનો સઘળે પાક અંગ્રેજ આફ્રિકાના દક્ષિણ છેડાનું ચકકર લઈ ઈગ્લડ છોડયા પછી બરાબર ત્રણ વર્ષે પાછો પ્તિમાઉથ બંદરમાં દાખલ થયો. આ પ્રમાણે પૅસિફિક - મહાસાગર ઉપર મુસાફરી કરવાની તેની ઈચ્છા ઈશ્વરે પાર પાડી.