________________ 198 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ ભાગ 3 જો. લેકેએ તેને પુષ્કળ માનથી વધાવી લીધું. એ પછી સબેઅિન કેએ અમેરિકા લગી ત્રણ મુસાફરી કરી, અને દરેક વખતે નવા નવા પ્રદેશની શોધ ચલાવી. લેબેડરના કિનારા ઉપર તેને અનેક સંકટ ખમવાં પડ્યાં હતાં. છતાં કેબની આ સઘળી શેધને બરાબર ઉપગ ઈગ્લડે કર્યો નહીં. અમેરિગે વેસ્પચી (Amerigo Vespucci) નામને એક ઈટાલિઅન ગૃહસ્થ જેલમ્બસના કાફલામાં પશ્ચિમ તરફ ઉપડયો હતો, પણ તેની સાથે યુરોપ પાછા ન આવતાં તે નવા હાથ લાગેલા બેટ ઉપર રહી, કિનારે કિનારે ફરી, નવા મુલકે શેધી કહાડતા હતા. એવામાં એક ઠેકાણે મેટાં મેટાં ઝાડ ઉપર ઘર બાંધેલાં એવું એક ગામડું તેના જેવામાં આવ્યું. એ ઝાડે પાણીમાં ઉગેલાં હેવાથી એક ઘરમાંથી બીજા ઘરમાં જવા માટે યુરોપના વેનિસ શહેરની માફક ત્યાં જળમાર્ગ હતા. આ ગામડું નાનું સરખું વેનિસ હશે એમ જાણી અમેરિગેએ તેને વેનિઝુલા નામ આપ્યું. એ નામ અદ્યાપિ પ્રચલિત છે. કલબસના મરણ પછી અમેરિગેએ તથા બીજા ગૃહસ્થોએ નવા મુલકમાં સફર કરી જે શોધ ચલાવી તે ઉપરથી એ સઘળાની ખાતરી થઈ કે જે ભૂમિ તેમને મળી આવી હતી તે કંઈ માર્કોપોલને ચીન દેશ નહોતે, તેમ વાસ્ક ડ ગામાનું હિંદુસ્તાન પણ નહોતું, તે તો એક નવોજ ખંડ હતું. આ અનુમાનની પુષ્ટીમાં અમેરિગેએ ઘણું પ્રમાણ આપ્યાં હતાં. તેને અસલ પત્ર ઈટાલિઅન ભાષામાં હતું. આખા યુરોપની જાણ માટે લૅટિન વગેરે ભાષાઓમાં તેનાં ભાષાંતરે સત્વર થયાં, તે ઉપરથી તેનું કહેવું ખરું હતું એવી સઘળા લેકેની ખાતરી થઈ. અગાઉના લેકેને નહીં જણાય એવો એક નવો ખંડ અમેરિગેના પ્રયાસથી યુરોપની જાણમાં આવ્યો માટે તેના નામ ઉપરથી એ ખંડનું નામ અમેરિકા પડયું. એમ છતાં કેલમ્બસ, કેબ અને અમેરિગે એ સઘળાએ જુદે જુદે વખતે શેધી કહાડેલે પ્રદેશ એકજ હતે એવું સમજતાં લોકોને ઘણે વખત લાગે. એ સમયની દરેક શોધની હકીકત વાંચતાં આપણને આશ્ચર્ય લાગે છે. પૅસિફિક મહાસાગરની હયાતી વિશે યુરોપિયનને બીલકુલ માહિતી નહતી: