________________ પ્રકરણ 7 મું. ] વલંદા લેકેની હકીકત. 179 કરારની ભાંજગડ કરવા તથા ફરીઆદને નીકાલ કરવા હેલેન્ડના દસ એલચીઓ સને 1618 માં લંડન આવ્યા. બીજા વર્ષના જુલાઈ માસમાં મુકરર થયેલી તહની સરતમાં મોટે ભાગે વલંદાઓએ સરસાઈ મેળવી. વલંદા લેકે તરફથી અંગ્રેજ કંપનીને દર સાલ આસરે દસ લાખ રૂપીઆ નુકસાન થતું તે તેને ન મળ્યું એટલું જ નહીં પણ ઉલટું પૂર્વ તરફના હીપસમૂહમાં અંગ્રેજને કંઈ પણ હક રહ્યો નહીં. તહની રૂએ એટલુંજ ઠરાવવામાં આવ્યું કે જપ્ત કરેલાં વહાણે તથા માલ જેમાં તેનાં પાછાં આપી દેવાં, બન્નેએ પૂર્વમાં વેપાર ચલાવ તથા પ્રત્યેક કંપનીએ દસ લડાયક વહાણે હમેશ માટે તે તરફ રાખવાં. આ તહની સરત પ્રમાણે વિસ વર્ષ લગી કામ કરવાનું હતું, અને તેની 5 બજાવણી માટે પ્રત્યેક રાષ્ટ્રના ચાર ચાર ગ્રહસ્થાની કન્સિલ નીમાઈ હતી. આવી પ્રતિકુળ સરત, અંગ્રેજોને બીલકુલ પસંદ પડી નહીં, તેમ તેને કંઈ ખાસ ઉપયોગ થયો નહીં. બાંડા અને એમ્બેયનાના લોંગના વેપારમાં અંગ્રેજોને ભાગ હો જોઈએ અને બટેવિઆ નજદીક તેમનું એક મજબૂત થાણું રહેવું જોઈએ એવી અંગ્રેજોની બે મહત્વની માંગણી હતી, પણ સ્વરક્ષણ માટે વલંદાઓ તે સ્વીકારે એમ હતું નહીં. જાવાના મસાલાના વેપારમાં અંગ્રેજોને સરખે હક તેઓએ કબૂલ રાખ્યો હતો, પરંતુ એમ્બેયના અને બાંડા જેવાં મહત્વને ઠેકાણે તેમને હીસ્સો ફક્ત એક તૃતીયાંસજ મંજુર થયો હતો. આ બેટ ઉપર જવાને રસ્તે છેક દક્ષિણ તરફ હોવાથી તે જે અંગ્રેજોના સ્વાધીનમાં જાય તે જાવા, સુમાત્રા વગેરે શહેરોમાંના વલંદાઓને પિતાની સલામતી માટે ધાસ્તી લાગવાથી બાંડા, એયના વગેરે બેટા, અંગ્રેજોને મળે નહીં એવી તેમની સંપૂર્ણ ઈચ્છા હતી. એ સમયે આ દ્વીપ સમૂહમાં બન્ને પ્રજાના કાફલા હતા, અને બન્નેનું લશ્કર લગભગ સરખું જ હતું. - આ સમયે વલંદા સંસ્થાનનું સૂત્ર હમણુની ધામધુમમાં પ્રસિદ્ધ થયેલા કેએન (Coen) નામના એક ઘણું ચાલાક અમલદારના હાથમાં હતું. એને જન્મ સને 1857 માં થયો હતો. નાનપણમાં રોમની એક પ્રસિદ્ધ વેપારી પેઢીમાં શિક્ષણ લઈ તે સને 1907 માં પૂર્વનાં ડચ વસાહત