________________ ૧૭ર હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ ભાગ 3 જે. લીધી હતી. સને 1641 માં વલંદા તથા પર્ટુગીઝ રાજ્યો વચ્ચે સલાહ થતાં વલંદાઓએ જીતેલ સઘળે મુલક તેમની પાસે રહે અને પૂર્વ તરફ ના દરિયામાં બેઉ પ્રજાને સંચાર અપ્રતિહત ચાલે એવું ઠર્યું. આ કામમાં વલંદાઓને ઉદેશ પોર્ટુગીઝ લેકોના ઉદેશ કરતાં કંઈક જુદા જ પ્રકારનો હતો. આરબોનો વેપાર ડુબાવી, ખ્રિસ્તી ધર્મની વૃદ્ધિ કરવી અને નવા પ્રદેશ છતી પિર્ટુગીઝ રાજ્યનો વિસ્તાર લંબાવ એ પોર્ટુગીઝ લેકિનો આશય વલંદા લેકેએ સ્વીકાર્યો નહીં; તેઓની દષ્ટિ માત્ર વેપાર પિતાના હાથમાં લઈ દ્રવ્ય પ્રાપ્ત કરવા તરફ જ ચોંટી રહી હતી. વેપારની જણસે પિતાના હાથમાં રહે, અને અન્ય યુરોપિયન પ્રજાને તે મળે નહીં એટલા પુરતેજ તેઓ કોઈ પણ પ્રદેશ ઉપર પિતાને અમલ સ્થાપતા, અને તેની રાજકીય વ્યવસ્થામાં હાથ ઘાલતા નહીં. તેઓએ ઉપાડેલી સઘળી ધામધુમને મુખ્ય હેતુ એટલોજ હતું કે પૂર્વમાં આવેલા દ્વીપસમુહને હેલેન્ડના ઉપરીપણાં હેઠળ મુક, અને તેમના સિવાય કોઈ પણ યુરોપિયન વેપારીઓને અને વિશેષ કરીને અંગ્રેજોને પિતાની હદમાં આવવા દેવા નહીં. જેમ જેમ આ દ્વીપસમુહ ઉપર તેમની સત્તા દત થતી ગઈ તેમ તેમ તેમને વેપાર વધતો ગયો. પોતાના લાભ સાચવવા માટે તેઓએ કરેલી ગોઠવણ મુજબ દેશી વેપારીઓને માલની ખરીદી તથા વેચાણ કરાવી આપેલી જગ્યાએજ કરવાની, તેમ કાઈ બીજા પ્રદેશને માલ લાવ લઈ જ કરવાની નહીં એવી તાકીદ કરી, અને પિતાના વેપારને નુકસાન પહોંચે તેવાં મસાલાનાં ઝાડ રોપવાની મનાઈ કરી. આ મસાલાને દીપસમુહ ઘણો મટે છે, એમાં ઉત્તર તરફ બેનિઓ અને પશ્ચિમે સુમાત્રા, જાવા, ફલેરિસ, તિમોર વગેરે બેટની હાર આવેલી છે. બોનિઓની પૂર્વ સેલિબીઝને ટાપુ છે, અને તેની પેલમેર મલાક્કા એટલે મસાલાના ટાપુઓ ટર્નેટ, ટાયડોર, બાંડા, એમ્બેયના, પુલ, પુલારૂન, રેjજીન ઈત્યાદી અનેક બેટો છે. એની પણ પૂર્વે આવેલા ન્યૂગિની નામના મેટા ટાપુની અગાડી ફિલિપાઈને બેટની હાર ઉત્તર દક્ષિણ આવેલી છે. સુમાત્રાના વાયવ્ય ખુણ ઉપર મલાકકાની સામુદ્રધુનીના નાકા ઉપર આવેલા