________________ પ્રકરણ 6 હું] પોર્ટુગીઝ રાજ્યના ગુણદોષની ચર્ચા. 151 ગીરી” એ શબ્દ અદ્યાપી ઉચ્ચારતાં આપણી સન્મુખ વિષયલંપટ, આળસુ, દુર્વ્યસની વગેરે અનેક પ્રકારના બીભત્સ અર્થ ખડા થાય છે. પ્રાર્થના કરવા દેવળમાં જવાનું હોય તે આ સ્ત્રીઓ મોટે ઠાઠ કરી નીકળતી. તેમના કારબી ભરેલા પિશાક ઉપર હીરા, મોતી, માણેક વગેરે ટાંગેલાં હતાં. ડેકમાં, ઉપલા હાથ તથા કાંડા ઉપર અને કમર ઉપર નાના પ્રકારનાં મુલ્યવાન દાગીના તેઓ પહેરતી, અને માથાથી પગ સુધી અત્યંત બારીક વસ્ત્રને બુર નાંખતી. આવાં વસ્ત્રાભૂષણ ધારણ કરી જરીના મિઆનામાં બેસી પહેરેગીર સાથે તેઓ દેવળે જતી. તેઓ પગે મોજાં પહેરતી નહીં પણ મોતીની મઢેલી સપાટ પહેરતી. એ સપાટની એડી સુમારે છે ઈચ ઉંચી રહેતી. વળી તેઓ ગાલે રંગ લગાડતી. દેવળમાં પહોંચ્યા પછી એક બે નેકરે, તેઓને અંદર ઉંચકી લઈ જતા, કેમકે સપાટની એડીને લીધે તેઓનાથી બીલકુલ ચલાતું નહીં. એમ છતાં દેવળમાં તેઓ ફરતી તે તેમને દસવીસ પગલાં ચાલતાં ઓછામાં ઓછી પંદર મિનિટ લાગતી. આમ ધીમું ચાલવામાં તેઓ સભ્યપણાનું મોટું લક્ષણ સમજતી. પુરૂષને ઠાઠ પણ વિલક્ષણ હતો. તેઓ ગળામાં રૂદ્રાક્ષ વગેરેની માળા ઘાલતા, અને બહાર નીકળતા ત્યારે સુંદર પિોશાક ધારણ કરેલા ગુલામેનાં ટોળાં છત્રી, હથીઆર વગેરે લઈ તેમની સાથે ચાલતાં. સેના ચાંદીએ મઢેલાં ખોગીર, ચાંદીની હીરા જડીત લગામ, ઘંટા, ચિત્રવિચિત્ર રંગના પાવડા વગેરે તેમને ઘડાને સાજ હતો. ગરીબ લેકે પણ અનેક યુકિત કરી ઠાઠમાં શ્રીમંતેની બરોબરી કરતા. એકત્ર રહેતા હોય તેટલા ગરીબ લેકે સઘળા મળીને પિતા વચ્ચે એક ઉચો પિશાક રાખતા, અને પ્રસંગોપાત વારા ફરતી પહેરતા, અને રસ્તામાં જતાં છત્તર ધરવા માટે એકાદ મજુરને રાખી લેતા. આવી રીતે એશઆરામ વધી ગયા પછી ગેવાની પડતીના વખતમાં ત્યાંના લેકેના જે હાલ થયા તે લખી શકાતા નથી. વાર્નિઅર સને 1948 માં લખે છે કે “પૂર્વનાં શ્રીમંત કુટુંબો હાલમાં ભિક્ષા માગવા લાગ્યાં છે તે પણ તેઓએ પિતાને ઠાઠ છો નથી. પિોર્ટુગીઝ સ્ત્રીઓ પાલખીમાં