________________ પ્રકરણ 6 હું ] પોર્ટુગીઝ રાજ્યના ગુણદોષની ચર્ચા. 149 વચ્ચે સલાહ થયા બાદ હાલેન્ડ અને પેન વચ્ચે યુદ્ધ શરૂ થયું, તેમાં હિંદુસ્તાનના વેપારથી જે આવક પર્ટુગલને થતી તે સઘળી પેને ખચી નાંખવા માંડી, એટલે માલ ખરીદવા માટે તેની પાસે નાણું બચ્યું નહીં. બીજું, વલંદા અને અંગ્રેજો પૂર્વ તરફના દરીઆમાં દાખલ થએલા હેવાથી પિર્ટુગીના વેપારને નુકસાન પહોંચવા લાગ્યું. એ નુકસાન અટકાવવાના હેતુથી અંગ્રેજ તથા વલંદા વેપારીઓની માફક પોર્ટુગીઝોએ પણ એક વેપારી સંસ્થા સ્થાપવાને સને 1630 માં પ્રયત્ન કર્યો, પણ તે પાર પડશે નહીં. પાંચ વર્ષ રહીને કરેલે એવો બીજો પ્રયત્ન પણ નિષ્ફળ ગયે. આ પ્રમાણે વેપાર ચાલુ રાખવાની ખુદ સરકારની મહેનત વિફળ ગઈ ત્યારે ખાનગી વેપાર વધારવાના હેતુથી તજ સિવાયની બીજી સઘળી વસ્તુઓને વેપાર યોગ્ય લાગે તેણે કરે એવો હુકમ સને 1642 માં પિર્ટુગીઝ સરકારે કહાડ, અને ફરમાવ્યું કે ધર્મની બાબતમાં વેપારી લેકે ઉપર જુલમ થાય તો પણ તેમની મિલકત જપ્ત કરવી નહીં. એમ છતાં આ સઘળી યુતિઓ કંઈ ઉપગમાં આવી નહીં. સને 1653 ના એક લેખ ઉપરથી માલમ પડે છે કે એ સમયે ગોવામાં જકાતથી કંઈ આવક થઈ નહોતી. સને 1698 માં પૂર્વ વેપાર પુનઃ હાથ કરવાના હેતુથી એક કંપની ગેવામાં સ્થાપવામાં આવી હતી, પણ સને 1701 માં મેમ્બાસા પોર્ટગીઝ લેકેના તાબામાંથી નીકળી જવાથી તે પડી ભાંગી. એવાજ પ્રકારના બીજા અનેક પ્રયત્ન થયા હતા પણ તેનું કંઈ સારું પરિણામ આવ્યું નહીં. સને 156 થી 1767 સુધી કાઉંટ એગા પોર્ટુગીઝ વાઈસરોય હતો તેણે પણ વેપારમાં થયેલું નુકસાન ભરપાઈ કરવા બીજા કેટલાક નિષ્ફળ પ્રયત્ન કર્યા. ( 4 પટેગીઝ લેકેને એશઆરામ –પોર્ટુગીઝને હિંદુસ્તાનમને વૈભવ ક્ષણભંગુર નીવડવાના કારણોમાં ગાવામાંની તથા બીજાં ઠકાણની તેમની રહેણી અગત્યની જગ્યા રોકે છે. - પિોર્ટુગીઝ લેના વખતના ગેવાને વૈભવ હમણું અદ્રશ્ય થઈ ગયો છે,