________________ પ્રકરણ 6 ફુ ] પોર્ટુગીઝ રાજ્યના ગુણદોષની ચર્ચા. 144 નામાંના પરિણામમાં બંદરમાં આવતાં પિર્ટુગીઝ જહાજ ઉપર કર વગેરે માફ થતું અને જકાત પિોર્ટુગલના રાજાને માટે વસુલ લેવામાં આવતી. આ સામાન્ય પ્રકાર હતે છતાં પ્રસંગોપાત તેના અનેક અપવાદ થતા. કૅલિકટને ઝામરીન પ્રબળ હોવાથી તેને તાબે કરતાં પોર્ટુગીઝોને ઘણો વખત લાગ્યો. કાચીનના રાજાને શરૂઆતમાં તેઓએ મીઠાં મીઠાં વચનો આપી આખરે ફસાવ્યા. કલમમાં તેમને ભારે મહેનત પડી નહીં; ઈરાનના અખાતમાં આવેલું એર્મઝ એવી જ રીતે રહેલમાં તેમના તાબામાં આવ્યું, અને એડન ઉપર પણ તેમની થોડી ઘણી સત્તા બેઠી. આ સ્થળ વારાફરતી પોર્ટુગીઝે તથા મુસલમાનોના હાથમાં ગયું હતું. ઉપર કહ્યા પ્રમાણે પશ્ચિમ તરફ મુસલમાનોનું થોડું ઘણું પ્રાબલ્ય હતું. પણ પૂર્વમાં પોર્ટુગીઝને વેપાર સારે ચાલ. મલબાર કિનારા ઉપર મરી તથા સુંઠ તેમને મળવા લાગ્યાં, અને સિલેનની તજ તથા પૂર્વ તરફના દ્વીપકલ્પમાંથી લહેંગ અને જાવંત્રી તેમના હાથમાં આવ્યાં. સને 1564 માં મલાક્કાને સઘળો પ્રદેશ પોર્ટુગીઝની સત્તા હેઠળ હતે. પોર્ટુગીઝોએ દેશી રાજાઓ સાથે કરેલા કાલકરાર આગળ જતાં અંગ્રેજ ઇસ્ટ ઇન્ડિઆ કંપનીને ઘણું નડ્યા, કેમકે પોર્ટુગીઝને હેરાન કર્યા સિવાય તેઓ પિતાને વ્યવહાર ચાલુ કરી શકતા નહીં. પોર્ટુગીઝોનો સઘળો આધાર દરીઆઈ કાફલા ઉપર હોવાથી દેશી રાજાઓએ લડાયક વહાણો તથા દારૂગેળે રાખવાં નહીં એવી કલમ તેમના દરેક તહમાં રાખવાને તેઓ કાળજી રાખતા. 3. પર્ટુગીઝ વેપારની કિફાયત–હિંદુસ્તાનમાં રાજ્ય સ્થાપી તે નિભાવવાને ખર્ચ ઉપાડવાનું સામર્થ્ય પિોર્ટુગીઝ રાજ્યમાં નહોતું, પણ વેપારમાં તેને અતિશય કિફાયત થતી હોવાથી આવાં કામ કરવાનું તેને બની શક્યું. આ કિફાયતને અંદાજ કહાડવો મુશ્કેલ છે. પોર્ટુગીઝ આરમારને જ ખર્ચ કેટલે હતો તે આપણે જોઈએ. એ વર્ષે 806 વહાણે આ કામ માટે જરૂરનાં હતાં. એક વહાણ બાંધવાને તથા તેના ઉપરના કપ્તાન, ખલાસી વગેરેને એક સફરને ખર્ચ સુમારે 4076 પિંડ એટલે લગભરા