________________ 136 હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ભાગ 3 જે. કેવળ યુદ્ધાત્મક હેવાથી ઘણુંજ કંટાળા ભરેલું લાગશે તે પણ આગળ આવતી હકીકત સમજવા માટે તે જરૂરનું હોવાથી તેના ઉપર ટીકા રૂપે કેટલુંક વિવેચન આ પ્રકરણમાં કરવાનું છે. આરંભમાં પોર્ટુગીઝ લેકાએ અનેક સંકટ ભેગવ્યાં, તથા અનેક પ્રસંગે વિજય મેળવ્યો. આ પ્રયાસથી વેપાર વધતાં તેમને અતિશય કિફાયત થવા લાગી. વહાણને નિયમિત પ્રવાસ, કયાં કઈ કઈ વસ્તુઓ મળે છે તેની ખાતરીલાયક ખબર અને પોર્ટુગીઝ શસ્ત્રોની અસીમ શક્તિ એ કારણોને લીધે થોડા જ સમયમાં લિઅન શહેર તેમજ આ પર્ટુગલ દેશ અતિશય ધનાઢય થઈ ગયાં. સને 1595 માં વલંદા લેકેએ પૂર્વ તરફ વેપાર શરૂ કર્યો ત્યાં સુધી પર્ટુગલની આ અનન્યવિભક્ત આબાદી ચાલુ રહી. વેપાર તથા પિસા તરફ દેશનું લક્ષ ખેંચાઈ રહેવાથી રાજ્ય કારભાર તરફ દુર્લક્ષ થયું, અને ધનલેભના વમળમાં રાજ્ય વિસ્તારના સઘળા વિચારે ઘસડાઈ ગયા. એશિયાને વેપાર પિર્ટુગલના તાબામાં જવાનું મુખ્ય કારણ તેના દરીઆઈ કાફલાનું બળ હતું. સને 1497 થી 1612 સુધીમાં હિંદુસ્તાનના વેપાર માટે નાનાં મોટાં એકંદર 806 વહાણ ઉપયોગમાં આવ્યાં હતાં એમાંનાં 186 તે સને 1580 થી ૧૬૧ર સુધીના ટુંક સમયમાં આ તરફ આવ્યાં હતાં. એ જુમલે વહાણમાંથી 425 યુરેપ પાછાં ગયાં, 285 એશિયામાં જુદે જુદે ઠેકાણે રહ્યાં, અને 96 ટુટી તથા ડુબી જઈ નાશ પામ્યાં. આ મહાન કાફલાનાં વહાણેનું સરાસરી વજન 100 થી 550 ટન હતું. તેના ઉપર તેપો પણ રાખવામાં આવતી કે જે યુદ્ધ સમયે કામ લાગવા ઉપરાંત વહાણમાં નીરમ તરીકે રહે. પર્ટુગલના કારીગરે પિતાને હુન્નર દેખાડવા માટે મોટાં જહાજ બાંધતા, પણ તે આટલી લાંબી સફરમાં ટકી શકતાં નહીં. સને 1591 લગીનાં બાર વર્ષમાં એવાં બાવીસ રાક્ષસી જહાજ ડુબી નાશ પામ્યાં. આ પ્રમાણે પડતી ખોટ પુરવાને ગોવા અને દમણનાં ઉત્તમ સાગનાં લાકડાંનાં વહાણે પિર્ટુગીએ બાંધ્યાં હતાં. તેમાં 1550 માં બંધાયેલું એંન્ટીના નામનું વહાણ આફ્રિકાની પ્રદક્ષિણા કરી