________________ 125 પ્રકરણ 5 મું.] હિંદુસ્તાનમાં પોર્ટુગીનું રાજ્ય. નીચે ત્રીસ ત્રીસ માણસે ગોઠવ્યાં. ખ્વાજા જાફરે પ્રથમ સમુદ્ર મારફત દીવ ઉપર હલ્લે કર્યો; પણ તેની પાછળ આવતાં અન્નસામગ્રીથી ભરેલાં ત્રણ વહાણને પિર્ટુગીઝોએ પકડી લીધાં. સામી બાજુએ જમીન ઉપર ખ્વાજા જાફરે એક ઉચે માચડે બાંધી તે ઉપરથી કિલ્લા ઉપર મારે ચલાવ્યું. આ મારાથી પિર્ટુગીઝેની ઘણી ખરાબી થઈ પણ તેઓ ભારે દ્રઢતાથી લડ્યા. સ્ત્રીઓ તથા છોકરાંઓ પણ મરણીઆ થઈ લડાઈમાં ઝીંપલાવતાં. મુસલમાનની તપથી આખા દિવસમાં કિલ્લાને જે ભાગ ટુટતે તે તેઓ રાતના પાછો બાંધી દેતાં. મારાનું કંઈ પણ અસરકારક પરિણામ નહીં આવતું જોઈ જાફરે બીજો એક ઉંચે માચડો બંધાવ્યો, અને તે ઉપરથી દીવ ઉપર મારે ચાલુ રાખ્યો. એક દહાડો કિલ્લામાં પડેલું બાકોરું તે તપાસત હતું તેવામાં પિાર્ટુગીઝ તપને ગેળા ઘણી ઝડપથી આવી તેને વાગતાં આ બહાદુર પુરૂષ તરતજ મરણ પા (તા. ર૬ મી જુન 1546). જાફરને છોકરે રૂમખાન, જે બાપના જેવોજ શુરવીર હતા, તેણે ઘેરાનું કામ આગળ ચલાવ્યું. બેઉ બાજુના લેક જીવ ઉપર આવી લડ્યા. હજાર હજાર માણસો લઈ રૂમખાન જેટલી વાર દરેક બુરજ ઉપર વારાફરતી ધસતો તેટલી વાર અંદરના લેકો ઝનુનથી લડી તેને પાછો હઠાવતા. પણ ઘેરે ઘણે વખત ચાલવાથી ખેરાકી ખુટવા માંડી, અને કિલ્લામાંના માણસની સ્થિતિ ભયંકર થઈ. એમ છતાં તેઓ લડતા હોવાથી અનેક વખત કિલ્લે મુસલમાનોને હાથ જશે એવી ધાસ્તી લાગતી. મુસલમાનેએ પણ સુરંગ તથા તોપને કાતિલ મારે ચલાવ્યો પણ નિરર્થક. પિોર્ટુગીઝનાં કિલ્લામાં 400 માણસો હતાં, તેમાંનાં અડધાં તે પહેલાં મરણ પામ્યાં હતાં, અને બાકીનામાંનાં ઘણું ખરાં ઘાયલ થયાં હતાં. આ બાજુએ મુસલમાનોનાં પાંચ હજાર માણસો માર્યા ગયાં હતાં. થોડા સમયમાં પિર્ટુગીઝોની મદદે બીજું ચાર માણસેનું લશ્કર આવી લાગવાથી, તથા અન્નસામગ્રીથી ભરેલાં મુસલમાનોનાં કેટલાંક જહાજ તેમના હાથમાં સપડાઈ જવાથી તેનામાં નો જુસ્સો આવ્યો. ઘેરે આઠ મહિના ચાલ્યા પછી સને 1546 ના નવેમ્બરમાં ડૉમ ફેએ સો વહાણને મોટે કાફ તૈયાર કરી દીવની મદદે મોકલે. આ