________________ પ્રકરણ 4 થું. ] પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના. કેચીનથી નીકળ્યો. પણ સેઢે કેટલાંક વહાણ લઈ મુસલમાન ઉપર તપાસ રાખવા પાછળ રહ્યા. રસ્તામાં ખ્વાજા કાસમ નામના વેપારીનાં જહાજ તેને મળ્યાં. ઉભય વચ્ચે થયેલી ઝપાઝપીમાં મુસલમાને પાછા હઠયા, અને બચાવને કંઈ ઈલાજ ન રહેવાથી સમુદ્રમાં કુદી પડી તરતાં તરતાં કિનારે ગયા. એક જહાજમાં સેદ્રને ભારે કિમતનો માલ મળ્યો; તેમ તેમાંની કેટલીક શ્રીમાન સ્ત્રીઓ તથા છોકરીઓ અને પેગમ્બર મહમદનું સેનાનું એક રત્ન જડીત પુતળું એ સઘળું તેના તાબામાં આવ્યું. એમાંની કેટલીક સુંદર છોકરીઓને પોર્ટુગલની રાણીને ભેટ તરીકે મેકલવા માટે રાખી બાકીની તેણે ખલાસીઓને સોંપી આપી. વળી મુસલમાનનાં જે વહાણો તેના હાથમાં સપડાયાં તેને આગ લગાડી પવનની દિશામાં મુકી કિનારે મોકલાવ્યાં. આ કામ બજાવી સેઢે કાનાનુર જઈ ગામાને મળ્યો. એણે ત્યાંની વખાર ઉપર બેબીઝાની નિમણુક કરી, રાજાની સંમતિ લઈ કેટલીક તોપ તથા કાંઈક દારૂગેળા ગુપ્ત રીતે તેમાં ગોઠવ્યું અને આસપાસ કિલ્લેબંધી કરી લીધી. એ ઉપરાંત તેણે રાતા સમુદ્રમાંથી પશ્ચિમ કિનારા ઉપર આવતાં આરબનાં વહાણોની તપાસ રાખવા સેક્રેની નિમણુક કરી તેને મરછમાં આવે તે વહાણ લૂટવા તથા ડુબાવી દેવાની પરવાનગી આપી. આ વ્યવસ્થા કરી ડ ગામા તા. 8 મી ડીસેમ્બર 1502 ને દીને હિંદુસ્તાનથી નીકળ્યો તે તા. 1 લી સપ્ટેમ્બર 1503 ને જે લિઅન જઈ પહોંચ્યો. આ વેળા અપાર દેલત એની પાસે હતી. પિર્ટુગલના રાજાએ તેને અને તેના ખલાસીએને ભારે ઠાઠથી સત્કાર કરી તેમને બક્ષિસ આપી. ગામાના જવા પછી કોચીનના રાજા સાથે લડવા માટે ઝામોરીને એક મેટી ફેજ તૈયાર કરી, ત્યારે કોચીનમાંના સઘળા પિગીને ઝામરીનને સ્વાધીન કરી તેની સાથે સલાહ કરવા કોચીનના રાજા ત્રિમપારાને તેના મિત્રમંડળે સલાહ આપી. પણ તે ન સાંભળતાં રાજાએ જે થાય તે ભેગવવા નિશ્ચય કર્યો. ત્યાંની પિાર્ટુગીઝ વખારના મુખી કારિઆએ સેને પિતાની મદદે બોલાવ્યો, પણ તેણે દક્ષિણ તરફ નહીં જતાં ખંભાત આવી આરબોનાં પાંચ વહાણે લૂટ્યાં. પછી એક પવનની જગ્યાએ તે લંગર.