________________
૩૮૩
શ્રી જિનેશ્વરદેવનું ધ્યાન મનની સઘળી વૃત્તિઓને તેમના પ્રત્યેજ કેન્દ્રિત કરવી જોઈએ. જે આપણે શ્રી જિનેશ્વરદેવને કલ્પવૃક્ષ, કામધેનુ કે ચિંતામણિરત્નથી અધિક માનતા હોઈએ, એટલે કે એમનાથી જ આપણું બધી ઈષ્ટસિદ્ધિ થઈ જવાની છે, એવી દઢ શ્રદ્ધા ધરાવતા હોઈએ તે પછી અન્ય કઈ વસ્તુને વિચાર જ શા માટે કરે ? એમનાં અંગપર-મુખપર મનની વૃત્તિઓને એકાગ્ર-સ્થિર કરીને બેસી જઈએ, એ જ ઈષ્ટ છે.
જેમ આપણા શરીરમાં બે દ્રવ્યચક્ષુએ છે અને તેનાથી બહારના અનેકવિધ પદાર્થોને નિહાળી શકીએ છીએ, તેમ આપણું અંતરમાં પ્રતિભારૂપ એક ચક્ષુ છે અને તેના આધારે સંસ્કારરૂપે સંગ્રહાયેલી કેઈપણ વસ્તુનાં આપણે દર્શન કરી શકીએ છીએ. કદાચ તથા પ્રકારની ઉદ્ધ ક સામગ્રી ન હોય તે તત્કાલ એ દર્શન ન થાય, પણ વિશેષ ચિંતનમનન કરતાં કઈને કઈ ઉદ્દબેધક સામગ્રી જરૂર મળી જાય છે અને તે વસ્તુનાં દર્શન કરી શકીએ છીએ.
અવધાન–પ્રયોગોમાં મુખ્યત્વે આ આંતરચક્ષુને જ ઉપગ હોય છે અને તેથી સંસ્કારરૂપે ગ્રહણ કરેલી સેંકડો વસ્તુઓને અંતરથી જોઈને તેનું યથાર્થ કથન કરી શકાય છે. જે આ શક્તિ બરાબર ખીલી હોય તે આપણે અંત૨માં બિરાજમાન કરેલી શ્રી જિનેશ્વરદેવની મંગલમૂતિનાં દર્શને બરાબર કરી શકી એ અને આનંદના ઉદધિમાં મગ્ન બની કૃતાર્થ થઈ શકીએ.
શ્રી જિનેશ્વરદેવનું ધ્યાન એ શુભ ધ્યાન છે અને