________________
લોગસ્સની ખાસ આરાધના
૩૪૩ જે આરાધના લક્ષ્મી પ્રાપ્તિના હેતુથી થતી હોય તો ઊનનું પીળું આસન જોઈએ અને સૌભાગ્ય કે આકર્ષણનો હેતુથી થતું હોય તે ઊનનું લાલ આસન જોઈએ. બીજા તાંત્રિક હેતુથી આ આરાધના કરવાનો નિષેધ છે, એટલે તેમાં અન્ય કોઈ રંગને સવાલ જ નથી.
[૬] જપમાલા, મોક્ષપ્રાપ્તિ, સાત્વિક સાધના–આરધના, ચિત્તશાંતિ કે રેગનનિવારણ માટે તરંગની માલા જોઈએ, તેથી સ્ફટિક, અથવા મોતી, અથવા ચાંદી, અથવા કવેત સૂતરની ગુંથેલી માલા પસંદ કરવી જોઈએ. પ્લાસ્ટિકની કત માળાને ઉપયોગ કરે નહિ. લક્ષ્મી માટે પીળી અને સૌભાગ્ય–આકર્ષણ માટે લાલમાળા વિહિત છે. આ માલા પેટીમાં રાખવી જોઈએ, જેથી તેની શુદ્ધિ જળવાઈ રહે. આસનની માફક માલા પણ કેઈની વાપરેલી વપરાય નહિ. તે પોતાની ખાસ હોવી જોઈએ અને વાપરતાં પહેલાં ગુરુ કે કઈ જાણકાર પાસે અભિમંત્રિત કરાવી લેવી જોઈએ.
( [૭] વાસક્ષેપ-ચંદનના ભૂકામાંથી બનાવેલે ઊંચા પ્રકારને હવે જોઈએ.
[૮] જે દિવસે પુષ્પપૂજા કરવાની હોય, તે દિવસે પુષ્પો વહેલી સવારે તાજાં મેળવી લેવાં જોઈએ. તેમાં બગડેલાં કે તૂટેલી પાંખડીવાળાં પુષ્પો કામમાં લઈ શકાય નહિ.
આ આરાધના કરનારે લેગસ્સસૂત્રને પાઠ ખૂબ