________________
ભવ્ય ભક્તિસૂત્ર
૩૩૧ .
માર્ગ એ છે કે પેાતાના જીવનને જિનભક્તિના રંગ ચડાવવા, અધ્યાત્મિકતાના એપ આપવા અને અને તેટલાં સારાં કામે કરવાં. કોઈનું ભૂંડું તો કરવું જ નહિ. જિનભક્તિના રંગ ખરાખર ચડયા હશે, તે આ બધુ સહેલાઈથી મનશે, એટલે મુખ્ય વાત જ જીવનને જિનભક્તિના રંગ ચડાવવાની છે. તાત્પર્ય કે જિનભક્તિથી સમાધિમરણ પ્રાપ્ત થાય • છે, એ પણ મેટામાં મોટો લાભ છે. તેનાથી અંતસમયની આત્માની લેશ્યા સુધરે છે અને ભવાંતરમાં સદ્ગતિની પ્રાપ્તિ થાય છે.
સામાન્ય રીતે લોકો સિદ્ધ પુરુષને ઝુકે છે, તેમનાં ચરણે પડે છે અને તેમનેા પ્રસાદ–તેમની કૃપા પ્રાપ્ત કરવા માટે અનેકવિધ પ્રયત્નો કરે છે. પરંતુ આ જગતના સહુથી ઉત્તમ સિદ્ધ પુરુષો તો અ`તા જ છે, કારણ કે તે અનેક સિદ્ધિએના સ્વામી હેાય છે. તેમનું કાયા વડે વંદન . કરવાથી, વાણી વડે સ્તવન કરવાથી અને મન વડે તેમજ વિવિધ દ્રવ્યે વડે પૂજન કરવાથી મનુષ્યાને આરોગ્ય એટલે શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને લાભ થાય છે, સમ્યક્ત્યરૂપ એધિના લાભ થાય છે અને અંત સમયે સમાધિ–સ્મર ણના લાભ થાય છે. પરંતુ આ ત્રણેય પ્રકારની ભક્તિ જો ઉત્કૃષ્ટ ભાવે કરવામાં આવે તે પૂર્વનાં બધાં કમેાંના ક્ષય થાય છે અને મુક્તિ સમીપે આવીને ઊભી રહે છે. જિનભક્તિના આ કેવા મહિમા ! ખરેખર ! જિનભકિત કલ્પવેલી, કામધેનુ ગાય કે ચિંતામણિ રત્ન કરતાં અનેકગુણી ચડિયાતી છે અને તે