________________
લેગસ્ટ મહાસૂત્ર ઉપર્યુક્ત ગુણવાળા અર્હતે-તીર્થકર ભગવંતે પિતાના પર પ્રસન્ન થાય, એ ભક્તજનની ઈચ્છા છે અને તે “પણીચંતુ શબ્દ વડે વ્યક્ત કરવામાં આવી છે. પ્રભુની પ્રસન્નતાવીતરાગદેવની પ્રસન્નતા એ આ જગતની સહુથી વધારે મૂલ્યવાન અદ્ભુત વસ્તુ છે. તે પ્રાપ્ત થાય તે બીજી કશી વરતુની જરૂર રહેતી નથી, એટલે અહીં તેની માગણી કરવામાં આવી છે. જેમને પ્રભુની–વીતરાગ દેવની પ્રસન્નતા પ્રાપ્ત થઈ છે, તેઓ ભક્તિ, સંયમ કે યેગના માર્ગે આગળ વધ્યા છે અને છેવટે મેક્ષપ્રાપ્તિનું પિતાનું ધ્યેય પૂર્ણ કરી શક્યા છે. તાત્પર્ય કે અહીં તીર્થકર ભગવંતની જે પ્રસન્નતા માગવામાં આવી છે, તે ભક્તિમાર્ગમાં આગળ વધી પિતાનું આત્મકમાણ સાધી શકાય, તે માટે જ માગવામાં આવી છે.
સૂત્રની છઠ્ઠી ગાથા જિનભક્તિના પ્રકારે અને તેનાથી થતા લાભ પર સુંદર પ્રકાશ પાડે છે. તેમાં પિત્ત-વંતિમહિયા એ પદ વડે એમ જણાવ્યું છે કે જિનેશ્વરદેવની ભક્તિ વચનથી, કાયાથી અને મનથી અર્થાત્ મન-વચનકાયાથી કરવી જોઈએ. જેઓ આ પ્રકારે નિત્ય-નિયમિત જિનભક્તિ કરે છે, તેમને આરેગ્યને લાભ થાય છે, એટલે - કે શારીરિક અને માનસિક સ્વાસ્થની પ્રાપ્તિ થાય છે. જે જેમને ભજે, તે તેના જેવા થાય.” એ એક અનુભક્તિ છે. તેને સ્પષ્ટાર્થ એ છે કે આપણે જેવા દેવની ભક્તિ કરીએ, તેના જેવા જ આખરે બની જઈએ છીએ. હવે