________________
૨૯
છે. આ બાબતમાં પંડિતવર્યશ્રી ધીરજલાલભાઈના આ અંગેના કથનની પુષ્ટિ, પૂર્તિ કે અનુમોદના જ નહીં પણ તે વિષે તેઓ અને અન્ય ગાધિકારી મહા પુરુષો વિશેષ ચિંતન કરે, લખે, તેવી પ્રાર્થનાયુક્ત જાહેર માગણી પણ આ પ્રસંગે નમ્રપણે મૂકું છું. જૈન ભક્તિ ઉપરાંત જૈન-જૈન ધ્યાનના ક્ષેત્રમાં આજે વિશેષ ને વિશેષ પુરુષાર્થ થવો અત્યંત આવશ્યક અને યુગસાપેક્ષ છે. જો અભિનંદન આપવા માટેની (વયે અને જ્ઞાને લઘુ રેહેલા) આ પંક્તિલેખકને સત્તા–ોગ્યતા, જે કહે છે, હોય તો આ દિશામાં વણખેડયા પ્રદેશોની યાત્રાની પહેલ કરવા બદલ મુરબી પ્રાજ્ઞ પુરુષ પં. શ્રી. ધીરજલાલભાઈને ભાવપૂર્વકના અભિવંદન સાથે અનેક અભિનંદન.
આશા છે, “લેગસ્સસૂત્ર અધ્યાત્મની આધારશિલા છે” વાળા પ્રકરણમાં ૭૦મા પાને લેખક અનેક સંભાવનાઓ યુક્ત લેગસ્સ મહાસૂત્ર અંગે જે જુદી જુદી દષ્ટિએ વિચારણા કરવાનું સૂચન કર્યું છે, તેને સર્વ સુજ્ઞ ચિંતકે ગસાધકે અપનાવી, સર્વ પ્રકારે વિચારણા, ગોષ્ઠિઓ અને પ્રયોગ કરી, એ સિદ્ધ કરશે કે “લોગસ્સ મહાસૂત્ર એ જૈનધર્મનો ભક્તિવાદ–ભક્તિયોગ માત્ર જ નહીં, જ્ઞાનયોગ-ધ્યાનયોગ-પૂર્ણયોગ-સમગ્રયોગ પણ છે !” કુતૂર, બેંગલેર હેપી-રત્નકૂટ પ્રા. પ્રતાપકુમાર જ ટર્લિયા ગુરુપૂર્ણિમા, અષાડ શુ. ૧૫, [૧૨, કૅબ્રિજરડ, બેંગલર-પ૬૦૦૦૮.] ૯-૭–૧૯૭૯.