________________
૨૪
લેખકના વિશેષાર્થો અને તેની આનુષંગિક પશ્નોત્તરીઓ ઠીક ઠીક લેકબોધક, સરળ અને સામયિક સમશ્યાઓને છણનારી બની છે, જે મૂળ વસ્તુવિષયથી વિષયાંતર કરી જનારી નહી, પણ વસ્તુ વિષયને વિશદતાથી ચર્ચનારી છે. એક અર્થગંભીર વિશેષાર્થ–વ્યાખ્યા અને પ્રશ્નોત્તરીને સાર જોઈએ—
પ્રથમગાથાના અર્થપ્રકાશમાં “ધર્મતીર્થ કર’ શબ્દને સ્પષ્ટ કરતાં લેખક વિશેષાર્થ આમ આપે છેઃ
ધર્મતીર્થકર એટલે સાતિશયા અનુપમ વાણુ વડે સત્યધર્મની અદ્ભુત દેશના દેનારા તથા ધર્મના અનન્ય આલંબનરૂપ ચતુર્વિધ શ્રી સંઘની સ્થાપના કરનારા.?
[ પૃ. ૧૪૫] લેકપ્રકાશક અહંકેવલીઓને “ધર્મતીર્થકર કહેવાની આવ. શ્યકતા કેમ? એવા પ્રશ્નના ઉત્તરમાં લેખક સમુચિત પણે સ્પષ્ટ કરે
અહંતકેવલીઓ લેકનું સંપૂર્ણ સ્વરૂપ પ્રકાશ નારા હોય છે, તેમ અનીતિ, અન્યાય અને અધર્મને સ્થાને નીતિ, ન્યાય અને ધર્મની સ્થાપના કરનારા પણ હોય છે, એમ દર્શાવવા માટે તેમને ધર્મ તીર્થકર કહેવામાં આવે છે.”
[. ૧૪૬] આ અનુસંધાનમાં આગળની પ્રશ્નોત્તરીમાં લેખક સામયિક ચિંતન રજૂ કરે છે અને જનધર્મને વિશ્વધર્મ બતાવી, તેના પ્રચારની પ્રથમ ભારતમાં જ જરૂર બતાવી, તેને સુવ્યવસ્થિત વિસ્તાર કરવાની આવશ્યક્તા બતાવે છે. અને વિદેશમાંને ધર્મપ્રચાર પણ નિયમોના (અર્થાત શીલચારિત્રના) પૂર્ણ અનુસરણ અંતે જ થઈ શકવા પર તેઓ ચથાર્થ ભાર મૂકે છે.