________________
લાગસ મહાસૂત્ર
૨૩૬
પડયું. રામાયણની ઘટના તેમના સમયમાં જ બનેલી છે, જે જૈન રામાયણનું અધ્યયન કરતાં જાણી શકાય છે. કન્નડ ભાષામાં એક કરતાં વધારે જૈન રામાયણેા રચાયેલાં છે અને તે કન્નડ ભાષાની દૃષ્ટિએ ઘણાં મહત્ત્વનાં છે.
નૈમિત્તિi-ભગવાન ગર્ભમાં હતા ત્યારે પાડોશી શત્રુરાજાએએ નગરીને ઘેરો ઘાલ્યા હતા, પરંતુ તેમની માતા વપ્રાદેવી મહેલ પર ચઢવા અને શત્રુઓની છાવણી પર નજર નાખી કે તેઓ વિજય રાજાને નમી પડયા, એટલે તેમનુ નામ નિમે પાડ્યુ. જે શત્રુઓને નમાવે તે નિમ.
અદ્ઘિનેમિ-પ્રભુની માતા શિવાદેવીએ ચૌદ મહાસ્વપ્ન પછી અરિષ્ઠરત્નની ચક્રધારા જોઈ હતી, તેમથી તેનુ નામ અરિષ્ટનેમિ પડયું, પરંતુ તેમની વિશેષ પ્રસિદ્ધિ તે નેમિનાથ તરીકે જ થઈ છે. શ્રી નેમિનાથ, શ્રી પાર્શ્વનાથ અને શ્રી મહાવીર સ્વામી, એ ત્રણ તીર્થંકરોનાં ચિત્ર સુપ્રસિદ્ધ છે, તેથી તે અંગે અહી વિશેષ નોંધ કરતા નથી.
•
પાસઁભગવાન ગર્ભ માં આવ્યા પછી માતાએ અ ધારામાં પણ સામેથી આવતા સાપ જોયા હતા અને શય્યાની બહાર રહેલા પેાતાના પતિના હાથ ખે'ચી લીધેા હતેા. રાજાએ કારણ પૂછતાં સાપની વાત કહી. પછી દીવા લાવીને જોયુ તે સાપ નજરે પડયો. આ રીતે ગર્ભના પ્રભાવથી માતા અંધકારમાં પણ જોઈ શકવા, એટલે તેમનું નામ પાર્શ્વ પાડ્યું. જે સ જોઈ શકે તે પા.