________________
ટેકસેશન સબકમીટી તથા આંતરિક વ્યાપાર સબકમીટીના સભ્ય નિમાયા. આમ વ્યાપારી ક્ષેત્રમાં તેમની ઉત્તરેત્તર ઉન્નતિ થતી ગઈ અને તે હજી યે ચાલુ છે.
શ્રી વસનજીભાઈની સેવાપરાયણ વૃત્તિએ સામાજિક ક્ષેત્રને પણ સારી રીતે શેભાવ્યું છે. તેઓ લાંબા સમયથી કચ્છી વીશા ઓશવાળ સેવાસમાજના પ્રમુખ છે, તેમજ હીરજી ભોજરાજ એન્ડ સન્સ માટુંગા જૈન બેડીગ અને હીરજી ઘેલાભાઈ સાવલા હાઈસ્કૂલના ઉપપ્રમુખ છે. શેઠ ધનજી દેવશી રાષ્ટ્રીય કન્યાશાળા-ઘાટકોપરના ટ્રસ્ટી તથા માનદ મંત્રી છે, તેમજ કચ્છ–દુર્ગાપુર જૈન મહાજન તથા પાંજરાપિળના ટ્રસ્ટી છે. વળી જેન આશ્રમ કચ્છ-માંડવીના પણ ટ્રસ્ટી છે. આ રીતે તેઓ ટ્રસ્ટી, પ્રમુખ, મંત્રી કે કાર્યવાહક સમિતિના સભ્ય બનીને કચછની અનેક સંસ્થાઓને પિતાની સેવાઓ વિનમ્રભાવે આપી રહેલ છે.
સાર્વજનિક સેવાના ક્ષેત્રે પણ તેઓ સક્રિય રહ્યા છે. ઘાટકોપર 'હિંદુમહાસભાની કાર્યવાહક સમિતિના સભ્ય છે, ઘાટકોપર સેવાસંધ જે આંખની હોસ્પિટલ ચલાવે છે, તેના ટ્રસ્ટી છે અને ઘાટકે પર સાર્વજનિક સેવા સમાજની કાર્યવાહક સમિતિના સભ્ય છે. વળી તેઓ ધી રોટરી કલબ ઓફ બેખે ડાઉન ટાઉનના પણ સક્રિય સભ્ય છે. આ રીતે બીજી પણ કેટલીયે સંસ્થાઓ સાથે જોડાયેલા છે.
શ્રીકાંતાબહેનથી તેમનું લગ્નજીવન સુખી છે. તેઓ બે પુત્રી અને એક પુત્રના પ્રેમાળ પિતા છે.
બે વર્ષ પહેલાં કચ્છ–ગોધરાથી શ્રી શત્રુંજય મહાતીર્થને –રી પાળતે જે સંધ નીકળે, તેના ત્રણ જકોમાંના એક જક શ્રીમાન લખમશી ઘેલાભાઈ હતા. શ્રી વસનજીભાઈએ આ સંધમાં જોડાઈને યાત્રિકોની ઉમદા સેવા બજાવી હતી. તેઓ અમારા સાહિત્યસર્જનમાં ઊંડો રસ લઈ રહ્યા છે અને યોગ્ય ઉરોજન આપી રહ્યા છે. આ સમારેહના અતિથિવિશેષ બનવા માટે તેમને અનેકાનેક ધન્યવાદ ઘટે છે.