________________
પ્રથમ ગાથાને અર્થપ્રકાશ
૧૫૫.
એક મનુષ્ય દુર્જય સંગ્રામમાં દશ લાખ શત્રુઓને. જિતે, તે કરતાં તે પોતાના આત્માને જિતે, તે શ્રેષ્ઠ જય છે.”
अप्पाणमेव जुज्झाहि, किं ते जुज्झेण बज्झणो । अप्पाणमेव अप्पाणं, जइत्ता सुहमेहए॥
હે પુરુષ! તું બહારના શત્રુઓ સાથે શા માટે લડે છે ? આત્માની સાથે જ યુદ્ધ કર, આત્મા વડે આત્માને જિતવાથી સુખ મળે છે.”
अप्पा कत्ता विकत्ता य, दुक्खाण य मुहाण य। अप्पा मित्तममित्तं च, दुपट्ठिय-मुपढिओ ।।
“આત્મા પોતે જ દુઃખ અને સુખને ઉત્પન્ન કરનાર તથા તેને નાશ કરનાર છે. જે આત્મા સન્માર્ગ પર ચાલે તે આપણે મિત્ર બને છે અને કુમાર્ગે ચાલે તે શત્રુ બને છે.”
આ બધાનો સાર એ છે કે આપણું અંતરમાં જે દુષ્ટ વૃત્તિઓ રહેલી છે, તેને અંતરંગ શત્રુ માની તેના પર જય મેળવ. દુષ્ટ વૃત્તિઓને શુભ વૃત્તિઓ વડે જિતી શકાય છે, તેથી વિવિધ ઉપાયે વડે શુભ વૃત્તિઓની વૃદ્ધિ કરતા રહેવું.
(૪) જે સાત પ્રકારના ભયેને જિતે તે જિન, એવી વ્યાખ્યા પણ જૈન શાસ્ત્રમાં જોવામાં આવે છે. પ્રસિદ્ધ નમે©ણું સૂત્રમાં “નમો લિi fમયાન'એ પદે વડે અરિહંતની.