________________
છે અને સિંહાસન દરમાં તેમના કાને
પછી
-૧૪૦
લોગસ્સ મહાસૂત્ર છે અને સિંહાસન પર પૂર્વાભિમુખ વિરાજે છે. એ વખતે દેવતાએ બીજી ત્રણ દિશામાં તેમના રૂપની રચના કરે છે, એટલે તેઓ ચારે ય દિશામાં બેઠેલા લોકોને-શ્રોતાઓને પિતાની સન્મુખ બિરાજેલા હોય, એમ જણાય છે. તે પછી સાધુઓ, સાધ્વીઓ, મનુષ્ય, દેવતાઓ વગેરે પોતપોતાનાં સ્થાને બેસી જાય છે અને ચેસઠ ઈન્દ્રો તેમની પૂજા કરે છે. પછી ભગવાન પિતાની સતિશય અનુપમ વાણી વડે દેશના દે છે, જે ત્યાં બેઠેલા સર્વ પ્રાણીઓ આપસનાં વેરઝેર ભૂલીને અનન્ય મને સાંભળે છે અને સંશયરહિત બની, ધર્મ પામી, આત્માનું કલ્યાણ સાધે છે.
તીર્થકરે છદ્માવસ્થામાં એટલે કે કેવલજ્ઞાનની પ્રાપ્તિ થયા પહેલાં ધર્મોપદેશ કરતા નથી, એ ઘણું સૂચક છે. તેમાં અધૂરા જ્ઞાને ઉપદેશ ન આપે, એ સિદ્ધાંતનું પાલન જણાય છે. અધૂરા જ્ઞાને ઉપદેશ આપવાથી તેમાં અસત્યને અંશ આવી જાય છે, અથવા પરસ્પર વિરોધી એવા સિદ્ધાંતનું પ્રતિપાદન થાય છે, અથવા તે જોઈએ તે અસરકારક નીવડી શકતું નથી. આજે તે બે-ત્રણ શાસ્ત્રો ભણ્યાં કે ડું બેલતાં આવડયું કે પાટે ચડીને ઉપદેશ આપવાની–વ્યાખ્યાન કરવાની પ્રથા ચાલુ થઈ ગઈ છે, તે આ દૃષ્ટિએ કેટલી ઉચિત છે? તે વિચારવું ઘટે.
શ્રી જિનેશ્વરદેએ ઉપદેશેલે ધર્મ એક પ્રકારને, બે પ્રકારને, ત્રણ પ્રકારને, ચાર પ્રકારનો યાવત અનેક પ્રકારને છે. આત્મશુદ્ધિ એ તેને એક પ્રકાર છે. તેમના બધા
થાય છે અથવા પર વિરોધી
શાએ
કારક નીવડી