________________
૧૩૪
લોગસ્સ મહા સૂત્ર તે જ જાય છે કે જે અનીતિ, અન્યાય અને અધર્મનું આડેધડ આચરણ કરી રહેલ છે. તેમાંથી તેમને ઉદ્ધાર કરે, એટલે તેમને નીતિ, ન્યાય અને ધર્મના માર્ગે ચડાવવા. જેઓ નીતિ, ન્યાય અને ધર્મના માર્ગે ચડે છે અને તેમાં આગળ વધતા જાય છે, તે શુભસ્થાનના એટલે કે માનવગતિ, દેવગતિ અને પાંચમી મોક્ષગતિના અધિકારી થાય છે. તાત્પર્ય કે જેનાથી અધઃપતન અટકે અને ઉન્નતિને માર્ગ મોકળો બને, તેને ધર્મ સમ .
ધર્મની આ ઘણું સુંદર અને વ્યાપક વ્યાખ્યા છે અને તે સહુ કોઈને સ્વીકાર્ય થાય એવી છે, કારણ કે કઈ પણ મનુષ્ય પોતાના અધઃપતનને ઈચ્છતું નથી. કદાચ તે અધઃપતનના માર્ગે હોય તે તેમાંથી બહાર નીકળી ઉન્નતિ ભણી જવા ઈચ્છે છે. સુજનની સ્થિતિ તે આવી હોય છે જ.
જૈનાચાર્યોએ ધર્મની વિશેષ વ્યાખ્યા પણ કરી છે. દશવૈકાલિકસૂત્રની પ્રથમ ગાથામાં તેનાં મને રમ દર્શન થાય છે. ત્યાં એમ કહેવાયું છે કે
धम्मो मंगलमुकिलु, अहिंआ संजमो तवो। देवा वि तं नमसंति, जस्स धम्मे सया मणो ॥
આ જગતમાં ધર્મ એ જ ઉત્કૃષ્ટ મંગલ છે. તે અહિંસા, સંયમ અને તપ રૂપ છે. જેના મનમાં સદા આ ધર્મ વસે છે, તેને દેવે પણ વંદે-પૂજે છે.”