________________
૧૪ -
મહિલાઓના ઉદ્ધાર માટે United Women's Organisation નામની એક સંસ્થા રચાયેલી છે કે જેમાં ૧૦૦ જેટલી મહિલા સંસ્થાઓ જોડાયેલી છે. તેનું મંત્રીપદ પણ તેઓ ભાવે છે. ફેમીલી પ્લાનીંગ મુંબઈ શાખાના પણ તેઓ સક્રિય મંત્રી છે. આ રીતે મહિલાઓના ઉદ્ધાર માટે ચાલતી સંસ્થાઓમાં તેમણે ઘણે રસ લીધેલ છે અને તન-મન-ધનને ભોગ આપેલ છે.
સને ૧૯૬૫માં ઓસ્ટ્રીયા-વિયેનામાં Chieldren's International Summer Camp જાયે, તેમાં તેમણે કેમ્પલીડર તરીકે હાજરી આપી હતી અને ત્યારબાદ બીજા જ વર્ષે લંડનમાં International alliance of Women નામની પરિષદુ વેજાઈ તેમાં તેમણે પ્રતિનિધિ તરીકે હાજરી આપી પોતાના વિચારો દર્શાવ્યા હતા. ગત વર્ષે મુંબઈમાં Chieldren's International Camp જવામાં તેમણે નેંધપાત્ર કામગીરી બજાવી હતી.
ધોળકા એજ્યુકેશન સોસાયટીની કાર્યવાહક સમિતિમાં પણ તેઓ સભ્ય તરીકેની સેવા આપે છે.
ગૃહસ્થ જીવનમાં રહીને એક આદર્શ ગૃહિણીની ફરજ બજાવવા ઉપરાંત તેઓ આ બધી પ્રવૃત્તિઓમાં રસ લે છે, તે પરથી તેમની સેવાપરાયણ–વૃત્તિને ખ્યાલ આવી શકશે, .
પતિ અને પત્ની બંને સુશિક્ષિત અને સેવાભાવી હોય, એ મેળ ભાગ્યે જ મળે છે, પણ કુદરતે એવો મેળ મેળવી આપે છે અને તેનાં મધુર ફલે સમાજને મળી રહ્યાં છે.
શ્રી ચિત્તરંજનભાઈની જેમ શ્રીમતી સરલાબહેન પણ અમારી સાહિત્યપ્રવૃત્તિમાં ઊંડો રસ લઈ રહેલ છે. તેઓ “જૈન ભક્તિવાદ પ્રકાશન સમારોહના અતિથિવિશેષ તરીકે પધારી રહ્યાં છે, તેથી અમને ઘણે આનંદ થયે છે.