________________
લાગસસૂત્રની પ્રાચીનતા અને પવિત્રતા
૩૭
આડે કેરીએ જ પાકે છે, તેમ પરમ પવિત્ર એવા તીર્થંકરદેવના મુખકમલમાંથી પવિત્ર વાચે જ નીકળે છે. તેઓ ભૂલે-ચૂકે પણ અપવિત્ર વાક્યના ઉચ્ચાર કરતા નથી, કારણુ કે તેમના અંતરમાંથી અપવિત્રતા સદાને માટે ચાલી ગયેલી છે. આપણા મુખમાંથી અપવિત્ર શબ્દો નીકળે છે, કારણ કે આપણા અંતરમાં કામ–ધાદિ અનેક પ્રકારના દાષાનુ સામ્રાજ્ય વ્યાપેલું છે.
તીથ 'કરદેવાના મુખમાંથી નીકળેલા પવિત્ર શબ્દોના આધારે જે સૂત્રરચના થાય, તે પણ પવિત્ર હાય કે નહિ? ગણધર ભગવા મહાજ્ઞાની અને નિઃસ્પૃહ મહાત્મા હેાવાથી તેએ આ સૂત્રરચનામાં કોઈ પણ પ્રકારની સ્ખલના કરે નહિ, એ નિશ્ચિત છે. તીથ કરદેવે કહેલા કોઈ પણુ અનુ –ભાવનું પરિવન ન થઈ જાય, તેની તેઓ ખૂબ કાળજી રાખે છે. જિનાગમા ખૂબ પવિત્ર ગણાયાં, તેનું ખરૂ કારણ તે એ છે કે તેમાં તીર્થંકર પરમાત્માના મૂલ ઉપદેશ સંઘરાયેલા છે.
અહી એ પણ જણાવી દઈ એ કે તીથ કરદેવે વિશ્વમૈત્રી સિદ્ધ કરી હતી, એટલે તેનાં નિમલ ઝરણાં આ આગમામાં ઠેર ઠેર વહ્યાં છે અને તે પવિત્રતાના પરમ હિમાયતી હતા, એટલે તેમાં પાપપ્રવૃત્તિના જોરદાર નિષેધ અનેક સ્થળે કરાયેલેા છે. વળી સ` મનુષ્યા વેર-ઝેર ભૂલીને પ્રશસ્ત-પવિત્ર જીવન જીવે, એ એમની આંતરિક ભાવના હતી, એટલે તે મતલબના ઉપદેશ તેમાં ભર્યાં