________________
યશસ્વી કારકીર્દિની આગાહી આપતા શ્રીમાન કિશોરભાઈ રમણીકલાલ શાહ
[[દ્રક જીવનપરિચય) સ્વ. શ્રીમાન રમણીકલાલ શાહને ટૂંક પરિચય કરાવ્યા પછી હવે તેમના પુત્રરત્ન શ્રીમાન કિશોરભાઈને ટૂંક પરિચય કરાવીશું કે જેમણે સંસ્કારસંપન્ન બની પિતાએ વિકસાવેલા વિશાલ વ્યવસાયને ભાર નાની ઉંમરમાં જ ઉઠાવી લીધું છે અને પોતાના વિરલ વ્યક્તિત્વથી અનેકનાં દિલ જીતી લીધાં છે.
તેમને જન્મ વિ. સં. ૨૦૦૧ના ફાગણ સુદી ૧૦, તા. ૨૧-૨-૪૫ના રોજ તેમના મૂળ વતન વરતેજમાં થયો હતો. પ્રથમ * પુત્રનું પારણું બંધાય, એટલે સર્વ કુટુંબીજનોમાં આનંદનું વાતાવરણ ફેલાય, એ સ્વાભાવિક છે. પુત્રજન્મને નાનકડો ઉત્સવ કર્યા પછી માતા-પિતાએ તેમનું નામ કિશોર પાડયું. આ વખતે શ્રીરમણીકભાઈ ધંધાથે મુંબઈમાં સ્થિર થયેલા હતા, એટલે કિશોરભાઈની બાલ્યાવસ્થા, કિશોરાવસ્થા તથા વિદ્યાર્થી અવસ્થા મુંબઈમાં જ પસાર થઈ. તેની છાપ તેમના વ્યકિતત્વમાં બરાબર અંકિત થયેલી છે.
તેઓ સામાન્ય બાલક કરતાં વધારે લાડકોડમાં ઉછરેલા છે, છતાં તેમના જીવન-ઘડતરમાં કંઈ ખામી રહી નથી. તેમની ભાષા મધુર છે, તેમને વ્યવહાર સૌજન્યપૂર્ણ છે, તેઓ બધા સાથે મધુર સ્મિતપૂર્વક વાતચીત કરે છે અને પિતાના નેકર-ચાકર સાથે પણ ઘણું સલુકાઈથી વર્તે છે.
સામાન્ય રીતે લક્ષ્મીનંદનના લાલ ખુશામતખોર મિત્રોથી ઘેરાચેિલા હોય છે, જે આખરે તેમના પતનનું કારણ બને છે, પરંતુ શ્રી