________________
પ્રાકથન વિદ્યા અને સિદ્ધ કરી નથી, એટલે આ મામલામાં મૌન રહેવું જ ઉચિત છે.”
શેઠે કહ્યું : “તમે મંત્ર-તંત્રના સારા જાણકાર છે, એટલે તેને કઈને કઈ ઉપાય જરૂર કરી શકશે.”
હવે આ બાબતમાં વધારે ચર્ચા ન કરતાં અમે ઓરડા બહાર નીકળ્યા અને બાજુમાં ગયા તે બારણું બંધ હતું. પરંતુ ત્યાં કાન માંડયા તો અંદર કંઈક હિલચાલ થઈ રહી હોય, એમ લાગ્યું. વળી તેમાંથી રાઈમીઠાના ધૂમાડાની વાસ આવતી હતી. અંદર મામલે - જાણ્યા સિવાય અમે બારણું ઉઘડાવવા ઈચ્છતા ન હતા,
એટલે ત્યાંથી મકાનના પાછળના ભાગમાં ગયા. ત્યાં થોડે ઊંચે એક બારી ખુલ્લી હતી, તેના પર ચડી અમે એરડામાં દષ્ટિપાત કર્યો, તે શેઠનું અનુમાન સાચું જણાયું. એક છોકરીને વળગાડ આવ્યું હતું, તે તોફાન કરતી હતી અને તેની માતા તેને શાંત કરવાનો પ્રયાસ કરતી હતી. થેડે દર ખુરશીમાં બે પુરુષે બેઠેલા હતા.
બધી પરિસ્થિતિ ખ્યાલમાં આવી જતાં અમે મુખ્ય દરવાજે આવી બારણું ખખડાવ્યું અને બહેને બારણું ઉઘાડયું. તેઓ વિવેકી હતા, એટલે તરત જ બોલ્યા : “તમને કંઈ ગરબડ ન થાય, તે માટે બારણું બંધ રાખ્યાં હતાં. તકલીફ માટે ક્ષમા ચાહું છું.'
અમે કહ્યું : “અમને કંઈ તકલીફ પડી નથી, એટલે