________________
પ્રાફિકથન અને શુદ્ધિનું પ્રમાણ વધ્યું, નિરાશાને અંધકાર દૂર થશે અને તેનું સ્થાન આશાવાદના અરુણોદયે લીધું. - પ્રતિજ્ઞા પૂરી થયા પછી પણ રેજના અમુક લેગસ ગણવાનું ચાલુ રાખ્યું. એમ કરતાં “શ્રી પ્રતિક્રમણસૂત્ર-પ્રબોધટીકા૨ રચવાનો પ્રસંગ આવ્યું અને લેગસ્સ પરનું ચિંતન-મનન સારા પ્રમાણમાં વધ્યું. પરંતુ અમારે અહીં જે હકીકત રજૂ કરવી છે, તે જુદા જ પ્રકારની છે.
પ્રબોધટીકાનું કાર્ય શરૂ કર્યા પછી થેડા જ વખતે અમારે એ ટીકાના પ્રકાશક શેઠ અમૃતલાલ કાલીદાસ દોશી સાથે દક્ષિણની યાત્રાએ જવાનું થયું. અનુક્રમે અમે તિરુવણામલાઈમાં શ્રી રમણ મહષિના આશ્રમે પહોંચ્યા. અહીં છ-સાત દિવસ રહેવાની ભાવના હતી, એટલે પૂર્વ પરિચિત સ્વામી શ્રીરમણાનંદજીને અમારા માટે એક બંગલે મેળવી આપવાની વિનંતિ કરી. તેમણે આશ્રમની નજીક જ એક બંગલે ભાડે મેળવી આપે. આ બંગલાને. એક ભાગ અમારા કબજામાં હતો અને બીજો ભાગ મુંબઈથી પધારેલા રમણ મહર્ષિના એક ખાસ ભક્તના કબજામાં હતે
પ્રથમ દિવસની પરિચર્યા પૂરી કરી રાત્રિના દશ વાગતાં અમે બિ બિછાવી નિદ્રાધીન થયા, પણ અમારા સાથી
૨ આ ટીકા મુંબઈ-વિલેપાર્લેજૈન સાહિત્ય વિકાસ મંડળ તરફથી ત્રણ ભાગમાં પ્રકટ થઈ હતી. હાલ તેની સુધારેલી બીજી આવૃત્તિ ચાલે છે.