________________
પ્રાર્થન કરી ન હતી. એટલે આ કાર્ય અધૂરું હતું અને તેને હવે પૂર્ણ કરવા માટે આ પ્રકારની પ્રશસ્ત પ્રેરણાઓ થઈ રહી હતી. ( આ પ્રેરણાઓ કોણે કરી હશે? જિનશાસનના અભ્યદયમાં ઊંડે રસ લઈ રહેલ કોઈ મહાપુરુષે કરી હશે ? શાસનદેવતાએ કરી હશે ? કે ભગવતી પદ્માવતી દેવીએ કરી હશે? એ પ્રેરણા ગમે તેણે કરી હોય, પણ તેણે અમારા પદયને ઢઢળ્યું, ગ્રન્થલેખન માટે ઉત્સાહ જાગૃત કર્યો અને અમે સંકલ્પબદ્ધ થયા.
લોગસ્સ એ અમારા જીવનને એક મૅઘેરે મણિ છે, એ વસ્તુ અમારે અહીં પ્રકટ કરવી જોઈએ. બાલ્યાવસ્થામાં મણિસમાન મણિ માતાએ નમસ્કારમંત્રની સાથે વીશ તીર્થકરેનાં નામે શીખવેલાં, તે અમે રોજ પ્રાતઃકાલમાં બોલી જતા. કુમાર-અવસ્થામાં વિશેષ વિદ્યાભ્યાસ માટે અમદાવાદ– શેઠ ચીમનલાલ નગીનદાસ છાત્રાલયમાં દાખલ થયા, ત્યાં ધાર્મિક શિક્ષકે લેગસસૂત્રને પાઠ શીખવ્યું અને તેને સામાન્ય અર્થબોધ પણ કરાવ્યો. ત્યારથી જ એને પાઠ કરવા લાગ્યા. વધારે નહિ તે બે-ત્રણ વાર એને પાઠ કરતા જ કરતા. એ વખતે ધાર્મિક જ્ઞાન અ૫ હતું, પણ સૂત્રને પાઠ કરતાં એક પ્રકારનું સંવેદન થતું, તેથી ‘આ સૂત્રમાં ઘણું રહસ્ય ભરેલું છે ” એ સંસ્કાર અમારા મન પર પડેલે અને તે કાલક્રમે દઢ થતે ગયે.
સને ૧૯૨૬ થી ૧૯૩૦ સુધી એ છાત્રાલય સાથે જોડાયેલ શેઠ ચીમનલાલ નગીનદાસ વિદ્યાવિહારના અમે