________________
૭૧
સેકહમ વિજ્ઞાન છે. અને જેને નિદ્રા આવતી હોય, એને આત્મિક બળ વધારવામાં એનાથી અનુપમ સહાયતા મળશે, જપ કરવાની વિધિ આગળ લખવામાં આવશે અને જપ કરતા, કરતા કેવી મજાની મીઠી નિદ્રા આવે છે, એ નિદ્રામાં કેવી મધુર શાન્તિ પ્રાપ્ત થાય છે, અને સવારે ઊઠયા પછી વિચારમાં કેવું પરિવર્તન થાય છે, આ બધું તે અભ્યાસ કરવાથી જ સમજાશે.
સેલહમ્ વિચાર, આત્મરક્ષા અને આત્મોત્થાન માટે માણસ માત્રે ઓછામાં એ છે નિત્ય એક કલાક જાપ કરવાની પરમાવશ્યકતા છે. પરંતુ જેની પાસે ધનબળ, વિદ્યાબળ, બુદ્ધિબળ, બંધુબળ આદિ કઈ પણ પ્રકારનું બળ ન હોય, અને જે સંસાન્માં સર્વથા અસહાય દીનહીન, દુઃખી દશામાં હોય એણે તે મંત્રની આરાધના કરવી અતિ આવશ્યક છે.
“ઉઘમ: ખલું કર્તવ્ય નિધન વિશેષતઃ ? ઉદ્યમ તે બધાએ કર જોઈએ, પરંતુ જે નિર્ધન છે તેણે વિશેષ પ્રકારે ઉદ્યમ કરવો જોઈએ. અર્થાત્ જેની પાસે ધન છે, વિદ્યા છે, બુદ્ધિ છે, મનુષ્ય સહાયક છે, તે પણ જપ કર્યા સિવાય માનસિક ફલેશોથી મુક્ત થઈ શકતું નથી. પરંતુ જેની પાસે એ સર્વ નથી એવા માનોએ પિતાનું જીવન આનંદમય બનાવવા માટે સંસારમાં જ૫ સાધન સિવાય બીજો કોઈ સરલ માગ નથી. કેઈને પ્રશ્ન થશે કે, જપથી લાભ થશે જ, તે એનું પ્રમાણે શું છે? એનો ઉત્તર એ છે કે, હરડે ખાવાથી જુલાબ થાય છે કે નહિ ? અગ્નિ પર હાથ રાખવાથી દાઝે છે કે