________________
૫૫
કાર વિજ્ઞાન અને પરમાત્માને અમેદ છે. માટે એ કારને જપ, સમરણ તથા તેના અર્થરૂપ પરમાત્માનું ધ્યાન-ચિંતન, મનન મરણ કરવું તે ઈશ્વર પ્રણિધાન–એટલે દેવગુરુને નમસ્કાર કરવા અને આત્માનું ચિંતવન કરવું. કેઈએમ પૂછશે કે, ઉપર પ્રમાણે કરવાની જરૂર શા માટે માનવામાં આવી હશે ? દરેક કાર્ય ચિત્તરૂ પી સરોવરની સપાટી ઉપર કંપન યુક્ત પ્રવાહ તુલ્ય બને છે. એ કંપનો તો શમી જાય છે, પણ તેના સંસ્કાર રહી જાય છે. જ્યારે મન ઉપર એક જ પ્રકારના અનેક સંસ્કાર પડયા જ કરે છે, ત્યારે તે બધા એકત્રિત થાય છે અને તેમાંથી ટેવ–ચારિત્ર્ય બંધાય છે. કહેવત છે કે, “ટેવ” એ બીજે સ્વભાવ છે. વાસ્તવમાં એને બીજે નહિ પણ “પહેલો” સ્વભાવ કહીએ તે પણ ખોટું નથી. મનુષ્યના સમગ્ર ચારિત્ર્યને આધાર એ ટેવ પર જ રહેલો છે. આપણું અત્યારની જે પ્રકૃતિ ઘડાયેલી છે, તે પહેલાની ટેવનું પરિણામ છે અને તેને આપણી જ ટેનું પરિણામ જાણ્યાથી મનને એક પ્રકારનું સાંત્વન મળે છે; કારણ કે જ્યારે આપણે સમજી શકીએ છીએ કે એ પ્રકૃતિ બહારથી આપણા ઉપર આવી પડી નથી, પણ તેના રચનાર આપણે પિતે જ છીએ, ત્યારે તે જેવી રીતે આપણે તેને રચી છે, તેવી જ રીતે આપણે તેને નાશ પણ કરવાને શક્તિમાન છીએ. આપણું મનની અંદર વિચારોને જે પ્રવાહ ચાલુ રહે છે, તેમને વિચાર પિતાની પાછળ સંસ્કાર મૂકો જાય છે અને એવા સંસ્કારોને પરિણામે જ ટેવ બંધાય છે. આ પ્રમાણે આપણું તમામ પ્રકારના સંસ્કારને સરવાળે તે જ આપણું ચારિત્ર્ય અને જે વખતે જે વૃત્તિનો પ્રવાહ પ્રબળ હોય, તે વખતે મનુષ્ય તેને અનુરૂપ વલણ કરે છે.