________________
૨૮
મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય શિષ્ય પ્રશ્ન કરે છે કે—
“કિં એસ મહારયણું? કિંવા ચિંતામણિવ નવકારે? કપલ્મ સરિસે? નહ, નહ, તાણું પિ અહિયય.”
(લઘુ નમસ્કારફત તેત્ર, ૯) “એ શું મહારત્ન છે? કે એ શું ચિંતામણિ છે? કે એ કલ્પવૃક્ષ સમાન ઈચ્છિત આપનાર છે?
ના, ના, આ નવકાર તો ચિંતામણિ અને કલ્પવૃક્ષ કરતાં પણ અધિક છે.”
આ ઉદ્ગારે પૂર્વ મહાપુરુષના છે. નવકાર મંત્રને મહિમા વર્ણવતાં એમને કહેવું પડ્યું કે ચિંતામણિ અને કલ્પવૃક્ષ પણ નવકારની તુલના કરી શકે તેમ નથી. પરંતુ, કળિયુગના કલુષિત વાતાવરણથી ખરડાયેલ મનવાળો આજનો માનવ નવકાર જપે છે અને જ્યારે ઈચ્છિત ફલ મળતું નથી, ત્યારે પૂર્વ મહાપુરુષી વચનેમાં તે અતિશયોક્તિ જુએ છે. આજે લગભગ સર્વત્ર આ ફરિયાદ છે કે “નવકારનો પ્રભાવ જેવો બતાવવામાં આવે છે તેવો દેખાતું નથી. અમે નવકાર ઘણું ગણ્યા, પણ કંઈ ચમત્કાર જે નહીં.” આ ફરિયાદ કેમ સાંભળવા મળે છે? શું નવકારમાંથી શક્તિ ઘટી ગઈ કે શું ? આ ફરિયાદ ખાટી છે? શું ખૂટે છે?
નથી નવકારમાંથી શકિત ઘટી, નથી આ ફરિયાદ ખોટી, પરંતુ ફરિયાદનું મૂળ, નવકારનો પ્રયોગ આપણે જે રીતે કરીએ છીએ તે રીતમાં રહેલું છે.