________________
૩૦૨
નારી શક્તિ વિશ્વશાંતિ ચાહકે “નારી શક્તિ” ગ્રંથ દ્વારા સ્વામી વિવેકાનંદ જેમ પ્રયત્ન કર્યો છે. સ્ત્રીમાં રહેલી સુષુપ્ત અસ્મિતા જાગૃત કરવા પ્રયત્ન કર્યો છે, સાચા શિક્ષણને મહિમા પ્રસ્તાવનામાં જણાવી દીધો છે. પાના નં. ૩, ૨૮, ૩૨, ૬૦, ૬૦, ૧૩૫, ૧૬૫ વગેરેમાં ભારતની નારીએ કેવી રીતે પોતાનું ગૌરવ પાછું પ્રાપ્ત કરવું તે દર્શાવેલ છે. બાળકને વાર્તારૂપે રસ પડે એવું છે. નારીઓને મહિમા, ગૌરવ, શકિત પ્રગટ થાય એવાં વાક્યો વડે વીરત્વ, સંયમ, ત્યાગ, બલિદાન, શિયળરક્ષણ, કુનેહ, વચનપાલન તેમજ રાષ્ટ્રપ્રેમની વાર્તાઓ દ્વારા પિતે ઉચ્ચ બની પિતાના ભાવિ બાળકોને પણ ઉચ્ચ બનાવવા શિક્ષણ પ્રતિ દેરી જાય છે. એક વાર્તાનાં ખાદી દ્વારા સમગ્ર નગરને ઉત્કર્ષ સધાતે આલેખાય છે. ગરીબી, બેકારીને ઉકેલ આલેખા છે. પ્રૌઢ નારીઓ આ પુસ્તકના વાંચન દ્વારા વૈરાગ્ય સાધી શકે તેમ છે. પુરુષોને આ પુસ્તકના વાંચન દ્વારા નારીઓ પ્રત્યે કેમ વર્તવું તેને બંધ થાય છે. સ્ત્રી ગુલામ-દાસી નથી, પરંતુ પુરુષ સમાન સ્વાતંત્ર્યની અધિકારણી છે.
એકંદરે આ પુસ્તકના વાંચન દ્વારા સમગ્ર જનતાને પોતપિતાની રીતે બોધ મળી શકે તેમ છે. દરેક શાળામાં આ પુસ્તક વસાવવા જેવું છે. દરેક ગ્રંથાલયમાં આ પુસ્તક હોવું જોઈએ. લગ્ન પ્રસંગે નવપરિણીતાને આ પુસ્તકની ભેટ આપવી જોઈએ.
વાર્તાઓ દ્વારા યુવાન બહેનેની પ્રગતિ સાધવા માટે જે જે વાર્તાગ્રંથો પ્રગટ થયા છે તેમાં આ ગ્રંથની વિશેષતા હોય એમ જણાય છે.
–હરિપ્રસાદ સ્વામિનારાયણ