________________
૨૯૭ એ વિદ્યુત પ્રવાહ છે અને તે પર પી. એચ. ડી. ઉપાધિ પ્રાપ્ત થયા પછી વિજ્ઞાનને આગળ વધવા મોકો મળ્યો ગણુક યંત્રના - (Computer) યુગમાં આ ગ્રંથ વાંચતાં જીવન અને વિચાર પ્રવાહ સરળ રીતે સમજી શકાય છે. પશ્ચિમના ભૌતિક સંસ્કારોને લીધે તપ્ત માનસને શાંત સુશીલ અને તૃપ્ત બનાવવા આ ગ્રંથમાંથી પ્રેરણું મળે છે ખરેખર ભારતમાતાની અદ્દભુત વિચારધારાને સમાજોત્થાન માટે, સર્વ વિશ્વ માટે ઉઘુક્ત કરવા માટે લેખકશ્રીને અભિનંદન,
શાં. જે સ્વામિનારાયણ તા. ૧૭-૭-૭૨
પ્રાધ્યાપક, ગણિતશાસ્ત્ર
ગુજરાત કોલેજ અમદાવાદ-૩૮૦ ૦૦૬
યત્ન સત્યેનું દીપયેત ભગવતી ચૈતન્ય દેવી
જીવન સંજીવની પુસ્તક માટે આભાર, વિચાર, સમાજમાં તેની ક્રિયાશક્તિ અને કાર્યપદ્ધતિ, તેનું નિયંત્રણ અને પ્રયોગ, તે દ્વારા ભૌતિક, માનસિક અને આધ્યાત્મિક ક્ષેત્રે વિકસિત અને ઉન્નત જીવન પ્રાપ્ત કરવાની સાધના વગેરે અને અત્યંત કઠિન અને ગૂઢ વિષયોને સરસ રીતે રજૂ કરીને સર્વે સાધારણ જન તથા સાધક જન ઉભયને ઉપયોગી થઈ પડે તેવી જ્ઞાનસંપત્તિ આ પુસ્તકમાં આલેખાઈ છે. એક ઉત્તમ પુસ્તક એ તે તેજસ્વી આત્માની જીવનને વિકસાવતી શક્તિ હોય છે તથા તે દ્વારા મનુષ્ય નવજીવન પ્રાપ્ત કરી શકે છે. આ પુસ્તક દ્વારા એવું કાર્ય