________________
૨૯૦
મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય સમજ જ નહોતી પડતી કે, “આ કેસ બચી કેવી રીતે ગયો ને બચી ગયો તેય આટલી બધી શક્તિ એમનામાં કયાંથી આવી ગઈ?” . બીજે દિવસે ઝવેરીએ પોતાની પત્નીને પૂછયું : “એપરેશન દરમ્યાન તમે બધાં શું કરતાં હતાં ?”
જવાબ મળે : “કેસરીયાદાદાના ફેટા આગળ ધૂપ-દીપ પિટાવીને અમે રડતી આંખે નવકારને જાપ જપી રહ્યાં હતાં.” ' ડા દિવસમાં તે ઝવેરીની તબિયત ઓલ-રાઈટ થઈ
ગઈ છે. ગબ્સનના આનંદની અવધિ ન રહી. ઈંગ્લેન્ડની ઈમેજ જળવાઈ રહ્યા બદલ વડાપ્રધાન હેરલ્ડ મેકમિલને હેમરશ્મિથ પર અભિનંદન પાઠવ્યા.
ઝવેરી માનતા કે સંકલ્પના સામર્થ્યથી જ હું બચી ગયો છું. એમણે અફર નિર્ણય કર્યો કે લંડનની પરીક્ષા પાસ કરીને તરત જ હું ભારતમાં જઈશ. મારી માએ મને ધર્મનું જે ધાવણ પાયું હતું એને ઊજાળવા હવે હું ઉંઘત રહીશ. જીવનમાં જામી ગયેલી નાસ્તિકતાને મારી હઠાવીશ ને હું આદર્શ આસ્તિક બનીશ. નવકારને જાપ કદી નહિ છોડું. પ્રભુની પૂજા કદી ચૂકીશ નહિ.
થોડા દિવસ પછી એક સભા ભરાઈ ઝવેરીને એમાં - હાજર રહેવાની ફરજ પાડવામાં આવી.
આ ઝવેરીને ઝિલમિલાઈ ઊઠેલે જીવનદીપ ફરી કેવી રીતે 1 ઝળહળી ઊઠયે? બધાના મનમાં આશ્ચર્ય જ હતું એ સભામાં