________________
૨૮૨
મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય - ઇંગ્લેંડની સૌથી મોટી અને નામાંક્તિ હોસ્પિટલ હેમરસ્મિથ હતી. ગબ્સને પિતાના પ્રાણ પ્યારા મિત્રનું જીવન બચાવી લેવા માટે દોડા-દોડ શરૂ કરી. ફેન પર ફેન થયા. કંઈક માણસે રવાના થયા પણ હેમર-સિમર્થ હોસ્પિટલમાં એક પણ ખાટલે ખાલી ન હતો.
ગબ્સન બેબાકળા બની ગયા. તેઓ પોતે જ હોસ્પિટલમાં જઈ પહોંચ્યા. વેઈટીંગ-લીસ્ટ પર એમણે નજર ફેરવી તે દર્દીઓની કતાર ખૂબ જ લાંબી હતી. હવે શું થાય? ગબ્સન તરત જ હોસ્પિટલના ઉપરી અધિકારી કેન્કિંગ પાસે પહોંચી ગયા. એમણે આખી વાત વિસ્તારથી કહી પછી અંતે કહ્યું આ તે ઇંગ્લેન્ડની ઈમેજ સાચવવાને પ્રશ્ન છે. હિન્દી ડો. ઝવેરીના આશાસ્પદ જીવનની કળી જે આ રીતે ખરી પડશે, તે ઈંગ્લેન્ડની ઈમેજનું શું ? માટે કેઈપણ ઉપાય બતાવે અને ઝવેરીનું જીવન મૃત્યુને હાથમાંથી ઉગારી લે.
ગબ્સનની વાત સાંભળીને પ્રે. કેન્ડિંગ પણ ઝવેરીનું જીવન ઉગારી લેવા થનગની રહ્યા. પરંતુ અંતે એમણે અશક્તિ બતાવી. એ બેલ્યા, “મિત્ર ગબ્સન ! ઝવેરીની કાયા આપણુ બને માટે કીમતી છે, પરંતુ મારે માટે એ કાયા કરતાંય અહીંના કાયદા-કાનૂન વધુ કીમતી છે. એક પણ રૂમ કે એક પણ ખાટલે ખાલી નથી. વેઈટીંગ લીસ્ટમાં નામ લખાવીને હું ઝવેરીના જીવન સાથે રમી લેવા માગતો નથી.”
મિત્ર ઝવેરીના જીવનને બચાવી લેવાના પ્રયત્નથી ગમ્મત